આંખો માટે વધુ ફાયદાકારક શું છે દ્રાક્ષ કે ગાજર ? જાણો સંપુર્ણ માહિતી
આપણા જીવનમાં ફળો ખાવાના ઘણા બધા ફાયદા છે. આજના સમયમાં ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગને કારણે વ્યક્તિનું સ્વાસ્થ વધુ બગડવા લાગ્યું છે કારણ કે ફળો કરતા ફાસ્ટ ફૂડ , વેફર, ચીપ્સ વગેરે વધારે પ્રમાણમાં ખવાય રહ્યું છે. આજના યુગ એટલે ટેકનોલોજીનો નાનું બાળક હોય કે પુખ્ત વયની વ્યક્તિઓ મોબાઈલ, ટેલિવીઝન , લેપ્ટોપ કે કમ્પ્યુટરનો દિન પ્રતિ દિન વધુ ઉપયોગ થવા લાગ્યા છે. એવામાં નાનું બાળક થી લઈને યુવાનોમાં આંખોની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેની સંપુર્ણ માહિતી નીચે મુજબ છે.
આપણા મનમાં વારંવાર પ્રશ્ન થાય કે ક્યુ ફળ આંખો માટે વધુ ફાયદાકારક ?
જો આ પ્રશ્ન કોઈ વ્યક્તિને પુછવામાં આવે તો કોઈ કેશે કે કાકડી, ગાજર, દ્રાક્ષ વગેરે. હવે આપણે જાણીએ કે વધુ ફાયદાકારક ફળ કયુ ? ગાજર આંખના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ એનાથી વધુ ફાયદાકારક દ્રાક્ષ છે. સિંગાપોરમાં સંશોધન કરવામાં આવ્યુ જેમા ૪ મહિના સુધી સતત બે મુઠ્ઠી દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની સારી થાય છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં કરાયેલા આ સંશોધન મુજબ દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં એન્ટી – ઓક્સીડેન્ટ હોય છે.
રેટિનાને નુકસાન કરતા ઘટકો દ્રાક્ષ દ્વારા નાશ પામે છે. તેનાથી આંખનું સ્વાસ્થ્ય સુધરે છે. સંશોધક ડૉ. જંગ યુનનું કહેવું છે કે, પહેલીવાર આંખો માટે દ્રાક્ષના ફાયદા જાણવા મળ્યા છે. સંશોધનમાં સંશોધકોએ 34 પુખ્ત વયના લોકોને બે જુથોમાં વહેંચ્યા. એકને દ્રાક્ષ અને બીજાને 16 અઠવાડિયા સુધી ગાજર ખવડાવવામાં આવ્યું હતુંં.
આજના સમયને ધ્યાનમાં રાખ્યે તો બધા ફળો બજારમાં મળી રહેતા હોય છે પરંતુ આજની યુવા પેઢી ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાય છે કારણ કે લોકપ્રિય સેલીબ્રીટીઓ એવી જાહેરાતો પણ કરતા હોય છે, જેનુ મુખ્ય કારણ એ છે કે આજની પેઢી એ લોકોને વધુ અનુસરતા હોય છે.