હાઈ બીપીના દર્દીએ ખાલી પેટે ચા પીવાય । જાણો સંપુર્ણ માહિતી
હાઈ બીપી અને હાર્ટ સાથે જોડાયેલી બીમારી હાલ આપલી લાઈફસ્ટાઈલ સાથે જોડાઈ ગઈ છે. દર બીજી વ્યક્તિ હાઈ બીપી અને હાર્ટ એટેકના જોખમથી ઝઝુમી રહ્યા છે. હાઈ બીપી અને ડાયાબિટીસના કારણે બીજી બીમારીઓ થવાની શકયતા વધારે હોય છે.
હેલ્થ એક્સપર્ટ અને ડૉક્ટરનો અભિપ્રાય
હાઈ બીપી કે હાર્ટ સાથે જોડાયેલી બીમારી ક્યાંકને ક્યાંક આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે થાય છે. ખાસ કરીને આજના સમયમાં આપણા દિવસની શરુઆત ચાથી જ થાય છે. ભારતીય લાઈફસ્ટાઈલમાં ચાનો એક મહત્વનો રોલ છે. પરંતુ સવાલ ઉઠે છે કે શું હાઈ બીપીના દર્દીને ખાલી પેટે ચા પીવી જોઈએ ?
હાઈ બીપીના દર્દીએ દૂધ વાળી ચા પીવી જોઈએ ?
હાઈ બીપીના દર્દીઓને હંમેશા દૂધ વાળી ચા પીવાથી બચવું જોઈએ. દૂધ વાળી ચા બીપી ઓછુ કરવાની જગ્યાએ બીપી વધારી શકે છે. ફક્ત આટલું જ નહીં ગેસ અને બ્લડ વિસલ્સને સંકોચીત કરી દે છે.
હાર્ટ બ્લડને પંપ કરવાનું કામ કરે છે. હાઈ બીપીમાં હાર્ટ પર પ્રેશર પડે છે. જેના કારણે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. માટે ખાલી પેટે દૂધ વાળી ચા ન પીવી જોઈએ.