જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે ભરતીની જાહેરાત ૨૦૨૩ – ૨૪
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ” જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ” જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાના કરાર બાબત. આ લેખમાં ભરતી અંગે સંપુર્ણ માહિતી નીચે મુજબ છે.
જ્ઞાન સહાયક ભરતી અંગે સંપુર્ણ માહિતી
જગ્યાનું નામ : જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)
માસિક ફિકસ મહેનતાણું : ₹ 26,000/-
વય મર્યાદા : ૪૨ વર્ષ
શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત:-
- સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૩માં વિવિધ વિષયો/માધ્યમની TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવામાં આવેલ છે. તે પૈકી જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે નિયત લાયકાત ધરાવતાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે. તેમજ પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે. તે મુજબ જે તે વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઇશે.
- શિક્ષણ વિભાગના તા.૧૦/૦૭/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક: બમશ-૧૦૧૪-૧૪૦-ગ (પા.ફા.) અનુસાર પસંદગી યાદી ઉમેદવારના શિક્ષક અભિરૂચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) ૨૦૨૩માં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
- ઉમેદવાર સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. (પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)
- સમગ્ર શિક્ષા દ્વારા મેરીટ યાદી તૈયાર કરી જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતી માટેના પોર્ટલ પર મુકવામાં આવશે.
- ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની ખાલી જગ્યાઓની યાદીમાંથી શાળાની પસંદગી કરી અને અગ્રીમતાક્રમ આપવાનો રહેશે.
- ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની શાળાની પસંદગી કરી અને અગ્રીમતાક્રમ આપેલ હશે તે મુજબ Merit cum Preference ના ધોરણે શાળા ફાળવણી કરવામાં આવશે.
- ઉમેદવારોને Merit cum Preference ના ધોરણે શાળા ફાળવણી અંગેની જાણ એસ.એમ.એસ.થી કરવામાં આવશે.
- શાળા ફાળવણી થયેલ ઉમેદવાર માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન અંગેની સુચના વેબસાઈટ પર મુકવામાં આવશે. નિશ્ચિત કરવામાં આવેલ સમયગાળામાં ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન ફરજીયાત કરાવવાનું રહેશે. (ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે અરજી સાથે જોડવાના આધારોની સૂચિત યાદી http://gyansahayak.ssgujarat.org/ વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.) ડોક્યુમેન્ટ વેરીફીકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે.
- ઉમેદવારને જે જિલ્લામાં શાળા ફાળવવામાં આવશે તે જિલ્લામાં ગુણપત્રકો/પ્રમાણપત્રની ચકાસણી કરાવવાની રહેશે.
- જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સેન્ટરની યાદી વેબસાઈટ પર મુકેલ છે.
ભરવાપાત્ર જગ્યાઓ :
- જે તે જિલ્લામાં સરકારી અને બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લાવાર, માધ્યમવાર, શાળાવાર અને વિષયવાર ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઈટ પર આપવામાં આવી છે.
- જાહેરાતમાં દર્શાવેલ પૈકી કોઈપણ જગ્યાઓ ફેરફારને આધીન છે. કોઈપણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી રહેશે.
કરારનો સમયગાળો :
- જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર વર્ષ ૨૦૨૩-૨૪ પુરતું ૩૦ એપ્રિલ અથવા જે તે જગ્યા પર શિક્ષક હાજર થાય ત્યાં સુધીનો રહેશે. કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે.
અરજીપત્રક ઓનલાઇન ભરવા બાબતની અગત્યની સૂચનાઓઃ-
- અરજી પત્રક ભરતાં પહેલાં વેબસાઇટ ઉપર મુકવામાં આવેલી જાહેરાત માટેની સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.
- લાયકાત ધરાવતા ઉમેદવારો સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) ભરતી માટે તા.૦૮/૧૨/૨૦૨૩ના રોજ બપોરના ૨.૦૦ કલાક થી ૧૭/૧૨/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સુધી http://gyansahayak.ssgujarat.org/ વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરી શકશે.
- ઓનલાઇન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભુલ કરશે તો તેવી અરજી ઉપર કોઇ વિચારણા કરવામાં આવશે નહી જેથી સંપર્ણ કાળજીપૂર્વક ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- માત્ર અને માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. આ કચેરીને પણ અરજીપત્રકો મોકલવા નહી.
- ઉમેદવારે અરજીપત્રકમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય આપવાનો રહેશે આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બદલવો નહી. જેથી જરૂરીયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય.
- ઓનલાઇન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી, જરૂર પડેથી રજુ કરવાની રહેશે.
- આ જાહેરાતનો હેતુ હાલ માત્ર જ્ઞાન સહાયક ઉચ્ચત્તર માધ્યમિકની પસંદગી યાદી તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવાનો છે. જેથી આ ફોર્મ ભર્યેથી નોકરી મળી જ જશે તેવુ માનવું નહી.
- નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો/પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવાર કોઇપણ પ્રકારનો હક્ક દાવો કરી શકશે નહીં અને આ અંગે કોઈપણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં.
- સરકારી અને બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) ભરતી સંબંધે તમામ સુચનાઓ/વિગતો વખતોવખત વેબસાઇટ પરથી જોવા મળી શકશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સુચના/વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઇ લેખિત કે મૌખિક રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
- ગુણાંકન દર્શાવવા અંગેની સુચનાઓ કુલ ગુણ અને મેળવેલ ગુણની ગણતરી બાબતે જુદી જુદી યુનિવર્સિટીઓ અને એક જ યુનિવર્સિટીના જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓના કિસ્સામાં અલગ અલગ પદ્ધતિઓ હોઇ તમામ વિદ્યાર્થીઓના કિસ્સામાં એકસુત્રતા જળવાઇ રહે અને કોઇપણ ઉમેદવારને અન્યાય ન થાય તેવા હેતુથી કુલ ગુણ અને મેળવેલ ગુણ બાબતે નીચે મુજબનો નિર્ણય કરેલ છે.
- ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મમાં તેઓની માર્કશીટમાં આપેલ કુલ ગુણ અને મેળવેલ ગુણજ દર્શાવવા, જો લાયકાતની માર્કશીટમાં કુલ ગુણ તથા મેળવેલ ગુણ આપેલ ન હોય અને ફક્ત CGPA/CPI/GRADE આપેલ હોય તેવા ઉમેદવારોએ પોતાની માર્કશીટમાં દર્શાવેલ વિગત પસંદ કરી ભરવાની રહેશે. દા.ત. કોઇ ઉમેદવારની માર્કશીટમાં CGPA દર્શાવેલ છે તો કુલ અને મેળવેલ CGPA ની વિગતો દર્શાવવાની રહેશે.
- નોંધ : શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાતના ગુણ મેરીટની ગણતરીમાં ધ્યાને લેવાના નથી. પરંતુ મેરીટમાં સમાન ગુણ ધરાવતાં ઉમેદવારોના કિસ્સામાં આ ગુણ ધ્યાને લેવામાં આવશે.
11. કમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૦૮ના ઠરાવ મુજબ કમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
12. ઉમેદવારે ઓનલાઇન અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ ભરતીના જે તે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારોની નિમણૂંક જે તે તબક્કે રદ કરવામાં આવશે.
13. કોઈ ઉમેદવાર બનાવટી દસ્તાવેજો રજુ કરશે કે દસ્તાવેજો સાથે ચેડાં કરીને રજુ કરવામાં આવશે તો તેમની સામે નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાયે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે.
14. જે ઉમેદવાર ઓનલાઈન અરજી કરતી વખતે ખોટી માહિતી આપશે તેમને ગેરલાયક ઠરાવવામાં આવશે. સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક અંગેની ભરતીની અરજી બાબતોમાં ઉમેદવારે શૈક્ષણિક લાયકાત અને માંગેલ તમામ માહિતી સાચી આપવાની રહેશે. જો ઉમેદવારે આપેલ માહિતી ખોટી, અધૂરી અથવા ભુલભરેલી ઠરશે તો ભવિષ્યમાં ભરતી અને સેવાના કોઈ પણ તબક્કે ગેરલાયક ઠેરવવામાં આવશે અને આ અંગે કોઈપણ પ્રકારની અરજી/રજુઆત સ્વીકારવામાં આવશે નહીં.
15. સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે અને કોઈપણ સંજોગોના કારણે કોઈપણ સંજોગોમાં આપેલ માહિતી ખોટી, અધૂરી કે ભૂલભરેલી હશે તેના કારણે ઉમેદવારની પસંદગી ન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. જો માહિતી ખોટી, અધૂરી, ભુલભરેલી હશે તો અરજી રદ થયેલી ગણાશે અને આવા ઉમેદવારને ભવિષ્યમાં પાંચ વર્ષ માટે ઉમેદવારી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે.
16. અરજદારે પોતાનું ઈ-મેઈલ આઈ.ડી. અને મોબાઈલ નંબર ફરજીયાત આપવાના રહેશે અને ભરતી અંગેની પ્રક્રિયાની વખતો-વખતની જાણ અરજદારને એસ.એમ.એસ.થી કરવામાં આવશે. અને આ બાબતે અરજદારે એસ.એમ.એસ.ની ચકાસણી કરવાની રહેશે.
17. અરજદારે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઈ, તેના દરેક પાના પર સહી કરવાની રહેશે. અને જ્યારે જરૂર પડે ત્યારે રજુ કરવાની રહેશે.
18. જે ઉમેદવાર રાજય બહારની યુનિર્વસીટીમાંથી નિયમિત અભ્યાસક્રમ દ્વારા મેળવેલ લાયકાતના પ્રમાણપત્ર ધરાવતા હશે તેઓને નિમણૂક આપતા પહેલા અસલ પ્રમાણપત્રોની ખરાઇ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ નિયમોનુસાર કર્યા પછી જ નિમણૂક માટે પાત્ર ઠરશે. જો લાયકાતના પ્રમાણપત્ર બનાવટી હશે તો નિયમોનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.
19.આ સમગ્ર ભરતી પ્રક્રિયા બાબતે સરકારશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
અરજી કરવા માટે : અહિં ક્લિક કરો