BMC Recruitment 2024-25 દ્વારા વિવિધ સંવર્ગની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલ જગ્યાઓ માટે નવી ભરતી કરવાની હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી https://ojas.gujarat.gov.in/ પરથી મંગાવવામાં આવેલ છે. આ લેખ દ્વારા મહત્વની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
Name of Post for BMC Recruitment 2024-25
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જેની નોંધ લેવી.
- સબ ફાયર ઓફિસર
- ડેપ્યુટી હેલ્થ ઓફિસર
- નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ)
- ઈ.ડી.પી. મેનેજેર (વર્ગ-૨)
- નાયબ કમિશનર
- હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર
Number of Vacancies for the Post of BMC Recruitment 2024-25
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ છ જેટલી જુદા-જુદા સંવર્ગની જગ્યાઓ માટે નીચે મુજબની કૂલ જગ્યાઓ ભરવાપાત્ર થતી હોવાથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જગ્યાનું નામ | ભરવાપાત્ર કૂલ જગ્યાઓ |
સબ ફાયર ઓફિસર | 09 |
ડેપ્યુટી હેલ્થ ઓફિસર | 01 |
નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) | 01 |
ઈ.ડી.પી. મેનેજેર (વર્ગ-૨) | 01 |
નાયબ કમિશનર | 01 |
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર | 01 |
કૂલ જગ્યાઓ | 14 |
Pay Scale for the Post of BMC Recruitment 2024-25
પરિક્ષામાં પાસ કરી પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબ માસિક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે.
જગ્યાનું નામ | માસિક પગાર ધોરણ |
સબ ફાયર ઓફિસર | રૂ. ૪૦,૮૦૦/- |
ડેપ્યુટી હેલ્થ ઓફિસર | રૂ. ૫૩,૧૦૦/- |
નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) | રૂ. ૫૩,૧૦૦/- |
ઈ.ડી.પી. મેનેજેર (વર્ગ-૨) | રૂ. ૫૩,૧૦૦/- |
નાયબ કમિશનર | રૂ. ૫૩,૧૦૦/- |
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર | રૂ. ૩૧,૩૪૦/- |
Education Qualification for the Post of BMC Recruitment 2024-25
- સબ ફાયર ઓફિસર:
શૈક્ષણિક લાયકાત:
- માન્ય યુનિવર્સીટીના સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર)નો સબ ફાયર ઓફિસરનો કોર્ષ અથવા ફાયર પ્રીવેન્શનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા બી.ઈ./બી.ટેક(ફાયર) કે બી.ઈ./બી.ટેક(ફાયર એન્ડ સેફ્ટી) કે બી.એસસી(ફાયર/ ફાયર એન્ડ સેફ્ટી)ની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.
- હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.
- ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઇઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
- ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
શારીરિક ક્ષમતા:
- શારરીક રીતે તંદુરસ્ત હોવા જોઇએ.
- લાલ લીલા કલરના તફાવત જાણી શકતા હોવા જોઇએ.
ઉંચાઇ:
- પુરૂષો માટે: અનુ.જન.જાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે ૧૬૫ સે.મી. અનુ.જન.જાતિ માટે ૧૬૦ સે.મી
- મહીલાઓ માટે: અનુ.જન.જાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે ૧૫૮ સે.મી. અનુ.જન.જાતિ માટે ૧૫૬ સે.મી
- વજન: પુરૂષો માટે ૫૦ કિ.ગ્રા, મહીલાઓ માટે ૪૦ કિ.ગ્રા. ઓછામાં ઓછુ હોવુ જરૂરી.
- છાતી: ૮૧ સે.મી. સામાન્ય ફુલાવેલી ૮૬ સે.મી.(ફકત પુરૂષો માટે)
- ડેપ્યુટી હેલ્થ ઓફિસર:
શૈક્ષણીક લાયકાત:
(૧) સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી અને ડીપ્લોમા એન પબ્લીક હેલ્થનો કોર્ષ કરેલ હોવો જોઇએ.
અનુભવ: પબ્લીક હેલ્થ એડમીનીસ્ટ્રેશનનો ૫ વર્ષનો અનુભવ ધરવતા હોવા જોઇએ.
(૨) ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
(3) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
(૪) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ):
શૈક્ષણિક લાયકાત :-
(૧) કેન્દ્ર સરકાર માન્ય અથવા રાજય સરકાર માન્ય અથવા યુનિર્વસીટી ગ્રાંટ કમિશન એક્ટ, ૧૯૫૬ ની કલમ -૩ હેઠળ જાહેર કરાયેલ ડીમ્ડ યુનિર્વસીટીમાંથી બી.ઇ.(મિકે) અથવા બી.ટેક.(મિકે)ની સ્નાતક અથવા સમકક્ષ પદવી ધરાવતા હોવા જોઇએ.
(૨) ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઇઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
(૩) ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- ઈ.ડી.પી. મેનેજેર (વર્ગ-૨):
શૈક્ષણિક લાયકાત :-
(૧) બી.ઇ.આઇ.ટી/ બી.ઇ.કોમ્પ્યુટર/એમ.સી.એ અને પાંચ વર્ષનો લગત કામનો અનુભવ અને
હાર્ડવેર,સોફ્ટવેર,પ્રોગામીંગ(વીબી,એસક્યુએલ,જાવા,એચ.ટી.એમ.એલ) ના જાણકાર હોવા જોઈએ.
(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
(૩) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- નાયબ કમિશનર:
શૈક્ષણિક લાયકાત :-
(૧) માન્ય યુનિવર્સિટિના કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક અને સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમ કે કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૧નો ૫વર્ષનો અનુભવ અથવા વર્ગ- ૨નો ૧૦ વર્ષનો અનુભવ.
(અ) માંગ્યા મુજબ અનુભવના વર્ષો નિયત થયેલ શૈક્ષણીક લાયકાત મેળવ્યા બાદના અનુભવને જ ધ્યાને લેવાના રહેશે.
(બ) તદઉપરાંત ક્વોલીફાયીંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં લગત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
(૨) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
(૩) ગુજરાતી અને હિન્દીનું પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
- હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર:
૧.શૈક્ષણિક લાયકાત :
બી.ઇ/બી.ટેક (આઇ.ટી /કોમ્પ્યુટર/ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન) અને ૩ વર્ષનો અનુભવ અથવા એમ.સી.એ. અને ૫ (પાંચ) વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
૨.અનુભવ:
હાર્ડવેર એન્ડ નેટવર્ક ટ્યૂલશુટીંગ તથા હાર્ડવેર એન્ડ નેટવર્ક સંબધિત તમામ કામગીરી, Blade server, દ્બલ શુટીંગ માઇક્રોસોફ્ટ સર્વર ૨૦૦૮ R2 & Above Linux LADP (Active Directory Management),VLAN Backup Management, Fire wail Administrator, Storage Management નો અનુભવ.
૩. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
Age Limit for the Post of BMC Recruitment 2024-25
જગ્યાનું નામ | વય મર્યાદા |
સબ ફાયર ઓફિસર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
ડેપ્યુટી હેલ્થ ઓફિસર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
નાયબ કાર્યપાલક ઈજનેર (મીકેનિકલ) | ૩૫ વર્ષથી વધુ નહિં. |
ઈ.ડી.પી. મેનેજેર (વર્ગ-૨) | ૩૫ વર્ષથી વધુ નહિં. |
નાયબ કમિશનર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર | ૩૫ વર્ષથી વધુ નહિં. |
Age Relaxation for the Post of BMC Recruitment 2024-25
કેટગરી (જાતિ) | મળવાપાત્ર છુટછાટ |
સામાન્ય મહિલા ઉમેદવારોને | ૫ વર્ષ |
અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને | ૫ વર્ષ |
અનામત વર્ગના મહિલા ઉમેદવારોને | ૧૦ વર્ષ |
સામાન્ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને | ૦૫ વર્ષ |
સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને | ૧૦ વર્ષ |
અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને | ૧૦ વર્ષ |
અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને | ૧૫ વર્ષ |
Application Fees for the Post of BMC Recruitment 2024-25
અરજી ફી :
- બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફીસમાં રૂ.૫૦૦/- અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે.
- અન્ય રાજ્યના અનામત ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં અનામતનો લાભ મળવાપાત્ર થતો ન હોય તેઓએ ઉપર મુજબ ફી ભરવાની રહેશે.
- ફી ભર્યા વગરની અરજી રદ થવાને પાત્ર છે. ફી ભરેલ નહીં હોય તેવા ઉમેદવારને કોઇ પણ સંજોગોમાં લેખીત પરીક્ષા / મૌખિક કસોટીમાં બેસવા દેવામાં આવશે નહીં. આ ફી ફક્ત પોસ્ટ ઓફીસ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રોકડમાં, ડીમાન્ડ ડ્રાફ્ટી, ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડરના સ્વરૂપમાં આ ફી સ્વીકારવામાં આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
Important Dates for the Post of BMC Recruitment 2024-25
- ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૯/૦૨/૨૦૨૪
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૯/૦૨/૨૦૨૪
- ફી ભરવાની છેલ્લી તા. ૨૧/૦૨/૨૦૨૪
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Join Us on X (Twitter) | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો:
-
Union Bank of India Recruitment, Union Bank of India has announced recruitment of various posts
-
BMC Bhavnagar Recruitment 2024, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી