DHS Bharuch Recruitment 2024: ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ભરૂચ ખાતે જુદી-જુદી કેડરમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૩/૦૮/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી આરોગ્યસાથીના પોર્ટલ પર કરવાની રહેશે.
DHS Bharuch Recruitment 2024 – ખાલી જગ્યાઓ
ભરૂચ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
ફાર્માસીષ્ટ | 06 (NHM-01 જગ્યા), (RBSK-04 જગ્યા), (Urban-01 જગ્યા) | Rs. 16,000/- |
લેબ ટેકનીશીયન | 02 (Urban-02 જગ્યા) | Rs. 20,000/- |
કૂલ જગ્યાઓ | 08 |
DHS Bharuch Recruitment 2024 – શૈક્ષણિક, અનુભવ અને વય મર્યાદા
- ફાર્માસીષ્ટ:
- ભારતમાં કાયદાથી સ્થપાયેલ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીમાં ડીગ્રી અથવા ફાર્મસીનો ડિપ્લોમા અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં નામ નોંધાવેલું હોવુ જોઈએ.
- જે ઉમેદવાર હોસ્પિટલ અથવા દવાખાનાઓમાં દવાઓ તૈયાર કરવાનો અનુભવ ધરાવતા હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
- ગુજરાતી અને હીન્દીનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- સરકાર માન્ય સંસ્થાનો ધ્વારા “CCC” અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- ઉમર વર્ષ ૪૫ થી વધુ નહી
(તા.30/06/2024નાં રોજ)
- લેબ ટેકનીશીયન:
- મુખ્ય વિષય તરીકે રસાયણશાસ્ત્ર અથવા સુક્ષ્મ જીવવિજ્ઞાન સાથે વિજ્ઞાનમાં સ્નાતકની સાથે પદવી અથવા કાર્બનિક રસાયણ સાસ્ત્ર અથવા સુક્ષ્મ જીવવિજ્ઞાનના વિષય સાથે વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. સરકાર માન્ય સંસ્થાનો “લેબોરેટરી ટેકનિશીયન” તાલીમી અભ્યાસક્રમ પાસ કરેલો હોવો જોઈએ.
- સરકાર માન્ય સંસ્થાનો “મેલેરિયા લેબોરેટરી ટેકનિશીયન”ના અભ્યાસક્રમનું પૂર્ણતા પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
- ગુજરાતી અને હીન્દીનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- સરકાર માન્ય સંસ્થાનો ધ્વારા “CCC” અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- ઉમર વર્ષ ૪૫ થી વધુ નહી
(તા.30/06/2024નાં રોજ)
DHS Bharuch Recruitment 2024 – મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. | ૨૫/૦૭/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. | ૦૩/૦૮/૨૦૨૪ |
DHS Bharuch Recruitment 2024 – ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ
૧. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૨. અધુરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણાશે નહિ.
- ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.
૪. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં
આવશે.
DHS Bharuch Recruitment 2024 – જરૂરી ડૉક્યુમેન્ટ
Attached Documents
- Mark sheet of standard-12
- Living Certificate
- Degree certificate
- Graduation degree final year mark sheet
- Master degree final year mark sheet
- Computer Certificate
- Certificate of experience
- Certificate of registration in Gujarat Council
નોંધઃ કરાર આધારિત જગ્યામાં વધારો/ઘટાડો કરી શકાશે.
Apply Online Application for DHS Bharuch Recruitment 2024
જગ્યાનું નામ | અરજી કરવા માટે |
ફાર્માસીષ્ટ | અહીં ક્લિક કરો |
લેબ ટેકનીશીયન | અહીં ક્લિક કરો |