DHS Chhotaudepur Recruitment ની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના ફિક્સ પગાર ધોરણ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તા. ૨૨/૦૩/૨૦૨૪ ના રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી આરોગ્યસાથીના પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે.
Details Notification of DHS Chhotaudepur Recruitment
નેશનલ અર્બન હેલ્થ મિશન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારે ૧૫માં નાણાપંચ અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
ક્રમ નંબર | જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
૧ | મેડીકલ ઓફીસર | ૦૨ |
૨ | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | ૧૪ |
૩ | સ્ટાફ નર્સ | ૦૨ |
૪ | એમ.પી.એચ.ડબલ્યુ. | ૦૨ |
કૂલ ખાલી જગ્યાઓ | ૨૦ |
Eligibility Criteria for the Post of DHS Chhotaudepur Recruitment
શૈક્ષણિક લાયકાત:
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
મેડીકલ ઓફીસર | રાજ્યના ધારા ધોરણો મુજબ ઉમેદવારે MBBS પાસ કરેલ હોવો જોઈએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલ હોવું જોઈએ. |
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | (૧) CCCH પાસ કરેલ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
(૨) CCCH નો કોર્ષ Bsc નર્સીંગના કોર્ષમાં જુલાઈ – ૨૦૨૦ થી સામેલ કરેલ હોય જુલાઈ – ૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા Bsc નર્સીંગ ઉમેદવારો. |
સ્ટાફ નર્સ | (૧) ઉમેદવારે INC દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ.
(૨) ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન જરૂરી છે.
(૩) મૂળભૂત કમ્પ્યુટર કોર્ષનું પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ. |
એમ.પી.એચ.ડબલ્યુ. | (૧) ઉમેદવારે ધોરણ ૧૨ + MPHW બેઝિક કોર્ષ અથવા ધોરણ ૧૨ + સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્ષની એક વર્ષની તાલીમ પાસ કરેલ હોવી જોઈએ.
(૨) મૂળભૂત કમ્પ્યુટર પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ. |
વય મર્યાદા:
જગ્યાનું નામ | મહત્તમ વય |
મેડીકલ ઓફીસર | · |
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | ૪૦ વર્ષ સુધી |
સ્ટાફ નર્સ | ૪૫ વર્ષ સુધી |
એમ.પી.એચ.ડબલ્યુ. | ૪૫ વર્ષ સુધી |
Pay Scale for the Post of DHS Chhotaudepur Recruitment
પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે.
જગ્યાનું નામ | ફિક્સ માસિક પગાર |
મેડીકલ ઓફીસર | રૂ. ૭૦,૦૦૦/- |
કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | રૂ. ૨૫,૦૦૦/- ફિક્સ + વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- સુધી પર્ફોમન્સ લિન્ક ઈન્સેન્ટીવ. |
સ્ટાફ નર્સ | રૂ. ૧૩,૦૦૦/- |
એમ.પી.એચ.ડબલ્યુ. | રૂ. ૧૩,૦૦૦/- |
Apply Online Date for the Post of DHS Chhotaudepur Recruitment
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા. ૧૪/૦૩/૨૦૨૪
- ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૨૨/૦૩/૨૦૨૪ ના રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી
How to Apply for the Post of DHS Chhotaudepur Recruitment?
શરતો અને નિયમ:
૧. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.
૨. નિમણુક પામેલ ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઇ શકશે નહી.
૩. ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ/ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
૪. જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.
૫. સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૬. નિમણૂંક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે.
Apply Online for the Post of DHS Chhotaudepur Recruitment
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા. ૨૨/૦૩/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો:
- RMC Recruitment 2024 – રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
- NHM Recruitment 2024 – ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર દ્વારા ભરતી