DPE Recruitment 2024 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, ગાંધીનગર દ્વારા સ્પેશીયલ એજ્યુકેટર વર્ગ-૩ (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) ની ભરતીની જાહેરાત તા. ૧૫/૦૨/૨૦૨૪ના રોજ ઓફીસિયલ વેબસાઈટ http://vsb.dpegujarat.in પર કરવામાં આવેલ. સ્પેશીયલ એજ્યુકેટર વર્ગ-૩ માટે ઓનલાઈન અરજીપત્રક તા.૧૯/૦૨/૨૦૨૪ ના સવારના ૧૧:૦૦ કલાકથી તા. ૨૮/૦૨/૨૦૨૪ ના બપોરના ૧૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. સ્પેશીયલ એજ્યુકેટર વર્ગ-૩ માટે સૌથી મોટી સંખ્યામાં ૩૦૦૦ ની જગ્યાઓ માટે અરજીપત્રક મંગાવવામાં આવ્યા છે. આ લેખ દ્વારા DPE Recruitment 2024 Gujarat Special Educator Bharti 2024 Out for 3000 Vacancies @vsb.dpegujarat.in; Apply Online વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી છે.
Name of Post for DPE Recruitment
જિલ્લા શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશીયલ એજ્યુકેટર વર્ગ-૩ (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવ્યા છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
Number of Vacancies for the Post of DPE Recruitment
જગ્યાનું નામ | માધ્યમ | વિભાગ | કૂલ ભરવાપાત્ર જગ્યાઓ |
સ્પેશીયલ એજ્યુકેટર વર્ગ-૩ | ગુજરાતી | ધોરણ ૧ થી ૫ | ૧૮૬૧ |
ધોરણ ૬ થી ૮ | ૧૧૩૯ | ||
કૂલ ભરવાપાત્ર જગ્યાઓ | ૩૦૦૦ |
Category Wise Vacancies for the Post of DPE Recruitment
કેટેગરી/જાતિ | ધોરણ ૧ થી ૫ | ધોરણ ૬ થી ૮ |
સામાન્ય (Gen.) | ૯૫૦ | ૫૯૨ |
અ.જાતિ (SC) | ૧૨૨ | ૬૫ |
અ.જ.જાતિ (ST) | ૧૯૯ | ૧૨૭ |
સા.શૈ.પ.વર્ગ (SEBC) | ૪૨૫ | ૨૬૫ |
આર્થિક નબળા વર્ગ (EWS) | ૧૬૫ | ૯૦ |
શારીરિક અશ્ક્તતા (PH) | ૬૯ | ૪૦ |
Education Qualification for the Post of DPE Recruitment
- (અ) સ્પેશીયલ એજ્યુકેટર – નિમ્ન પ્રાથમિક (ધોરણ ૧ થી ૫):
(૧) શૈક્ષણિક લાયકાત: માધ્યમિક અને/અથવા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી એચ.એસ.સી. પાસ અને
(૨) તાલીમી લાયકાત: આર.સી.ઈ. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ;
ડિપ્લોમાં ઇન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
અથવા
ડિપ્લોમાં ઈન એલીમેન્ટરી એજ્યુકેશન (ડિપ્લોમાં ઇન એજ્યુકેશન સ્પેશીયલ એજ્યુકેશન સમકક્ષ)
(૩) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી -૧ (Sp.TET-I)
- (બ) સ્પેશીયલ એજ્યુકેટર – ઉચ્ચ પ્રાથમિક (ધોરણ ૬ થી ૮):
(૧) શૈક્ષણિક લાયકાત: સ્નાતક પાસ અને
(૨) તાલીમી લાયકાત: આર.સી.ઈ. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ;
બેચલર ઓફ એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
અથવા
બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશીયલ એજ્યુકેશન સમકક્ષ
(૩) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી -૨ (Sp.TET-II)
Pay Scale for the Post of DPE Recruitment
પગાર ધોરણ:
- સ્પેશીયલ એજ્યુકેટરને નાણાં વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ ના ઠરાવથી અમલી બનેલ ફિક્સ પગાર નીતિ અને નાણાં વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ ના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો અનુસાર અને તેમાં વખતો વખત થયેલ સુધારાઓની જોગવાઈ અનુસાર નિમણૂંક આપવામાં આવશે.
- નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ /૨૦૦૨/ ૫૭ /(પાર્ટ-૪)/ઝ-૧, તા.૧૮/૧૦/૨૦૨૩ મુજબ પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.૨૬૦૦૦/- ના ફિક્સ પગાર મળવાપાત્ર થશે.
- પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાશે તો, સરકારના નિયમાનુસાર જે તે જગ્યા માટે વખતો-વખત નિયત કરેલ પગાર-ધોરણમાં સમાવવામાં આવશે.
Age Limit for the Post of DPE Recruitment
વયમર્યાદા:
- સ્પેશીયલ એજ્યુકેટર – નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ માટે લઘુત્તમ વર્ષ મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ
- સ્પેશીયલ એજ્યુકેટર ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માટે લઘુત્તમ વર્ષ મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષ
Age Relaxation for the Post of DPE Recruitment
વયમર્યાદામાં છુટછાટ:
- મૂળ ગુજરાતના હોય તેવા અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પછાત અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS)ના ઉમેદવારોના કિસ્સામાં ઉપલી વયામર્યાદા ૫ (પાંચ) વર્ષની છુટછાટ આપવામાં આવશે.
- સામન્ય વહીવટ વિભગના તા.૨૨/૦૫/૧૯૯૭ ના ઠરાવની જોગવાઇ મુજબ મહિલા ઉમેદવારોને ઉપલી વયામર્યાદા ૫ (પાંચ) વર્ષની છુટછાટ આપવામાં આવશે.
- ૪૦ ટકા કે તેથી વધુ શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયામર્યાદા ૧૦ (દસ) વર્ષની વધારાની છુટછાટ મળશે. (Resolution No.CRR:1063/6132-G Dt.05/01/1965)
- માજી.સૈનિક ઉમેદવારો કે જેઓએ જળ,વાયુ અને ભૂમિ આર્મ ફોર્સીસમાં ઓછામાં ઓછા ૬ માસની સેવા કરી હોય અને માજી.સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખપત્ર/પ્રમાણપત્ર ધરાવતા હોય તો મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ૩ (ત્રણ) વર્ષ સુધીની છુટછાટ મળશે.
નોંધ:- તમામ કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા નિયમ અનુસાર મળવાપાત્ર છુટછાટ સાથેની ઉંમર કોઇપણ સંજોગોમાંનિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇએ નહી.
Important Dates for the Post of DPE Recruitment
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તા.૧૯/૦૨/૨૦૨૪ ના સવારના ૧૧:૦૦ કલાક
- ઓનલાઈન અરજી કરવાની અંતિમ તા. ૨૮/૦૨/૨૦૨૪ ના બપોરના ૧૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારોએ સ્વીકાર કેન્દ્વ પર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તા. ૨૮/૦૨/૨૦૨૪ (૧૭:૦૦ કલાક સુધી) રહેશે.
General Instructions for the Post of DPE Recruitment
ઉમેદવારો માટે સામાન્ય સુચનાઓ:
(1) જો ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે અને તે માટે કોઈ હક્કદાવો કરી શકાશે નહીં.
(2) સ્પેશીયલ એજ્યુકેટર ભરતી સંબંધી તમામ સુચનાઓ/વિગતો વખતો-વખત વેબસાઇટ પરથી જોવા મળી શકશે. સ્પેશીયલ એજ્યુકેટર ભરતી અંગેની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોએ સતત વેબસાઇટ જોતા રહેવું. (3) અરજી પત્રકમાં ઉમેદવારે મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવો અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી છે.
(4) અરજી પત્રકમાં ઉમેદવારે તેમનું ઇ-મેઇલ એડ્રેસ દર્શાવવાનું રહેશે જેથી અનિવાર્ય સંજોગોમાં જરૂર જણાયે ઉમેદવારને માહિતી/સુચના મોકલી શકાય.ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સતત ઇ-મેઇલ જોતા રહેવું. (5) આખરી પસંદગીયાદીમાં સમાવિષ્ટ થવા માત્રથી ઉમેદવાર પોતે સંબંધિત જગ્યા ઉપર નિમણૂંક કરવાનો દાવો કરવાને હક્કદાર થશે નહી.
(6) સ્પેશીયલ એજ્યુકેટરની ભરતી પ્રક્રિયા દરમિયાન પસંદગી પામેલ ઉમેદવારની નિમણૂંક સબંધિત સત્તાધિકારી ઠરાવે તે શરતો અને બોલીઓને આધિન રહેશે અને ઉમેદવારો તે અંગેનું સંમતિપત્ર આપવાનું રહેશે.
(7) ઉમેદવાર ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં નક્કી થયેલ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈશે.
(8) ઉમેદવાર ગુજરાતી/હિન્દી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતાં હોવા જોઈશે.
(9) સ્પેશીયલ એજ્યુકેટર ભરતી પ્રક્રિયા અન્વયેની આ જાહેરાત કોઇપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની કે જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાની આવશ્યકતા જણાશે તો તેમ કરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ/પ્રાથમિક શિક્ષણ નિયામકને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે.
(10) શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા અન્ય પ્રમાણપત્રો માટે અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ એટલે કે તા.૨૮/૦૨/૨૦૨૪ (CUT-OFF DATE) રહેશે. આ CUT -OFF DATE બાદ મેળવેલ કોઇપણ પ્રમાણપત્રો, શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવામાં આવશે નહી.
(11) જાહેરાતમાં આપેલ સુચનાઓ/માર્ગદર્શન બાબતે વિવાદ અંગે ઠરાવની જોગવાઇ મુજબનું અર્થઘટન તમામને બંધનકર્તા રહેશે.
(12) ઉમેદવારે જિલ્લા સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવેલ અરજીપત્રની ઝેરોક્ષ નકલ અને ફી ભર્યાની પાવતી પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.
(13) આ ભરતી અન્વયે ભરેલ ફી કોઇપણ સંજોગોમાં પરત આપવામાં આવશે નહિ.
(14) પ્રોવિઝનલ/ફાઇનલ મેરીટ પ્રસિધ્ધ કરવામાં આવે ત્યારે ઉમેદવારે પોતાનું મેરીટ જોઇ તેની એક પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
(15) ભરતી સંદર્ભે અથવા મેરીટ સંદર્ભે કોઇ પણ રજૂઆત કરવાની થાય ત્યારે રજૂઆત સાથે અરજીપત્રની નકલ, ફી ભર્યાની પાવતીની નકલ તથા ઉમેદવારનો મેરીટ નંબર અને મેરીટની નકલ અવશ્ય સામેલ કરવાની રહેશે. (16) ભરતી સબંધિત જરૂરી ઠરાવો, માહિતી અને સુચનાઓ વેબસાઇટ ઉપર જોવા મળશે. ઉમેદવારે જાહેરાતમાં
દર્શાવેલ ઠરાવો અને નિયમોનો પુરેપુરો અભ્યાસ કરી ઉમેદવારી પત્રક ભરવાનું રહેશે તે અંગે પાછળથી કોઇ રજૂઆત કે હક્કદાવો ધ્યાને લેવામાં આવશે નહિ.
Apply Online for the Post of DPE Recruitment
અરજી પત્રક ઓન-લાઇન ભરવા માટેની સુચનાઓ:
- સ્પેશીયલ એજ્યુકેટર ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપરથી તા..૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૮/૦૨/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
- અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ ઉમેદવારો માટેની સુચનાઓ, ઠરાવો, પરિપત્રો અને પત્રકોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો.
- ઉમેદવારોએ સૌથી પહેલાં જિસ્ટ્રેશન લિન્ક ઉપરથી પોતાની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ લોગિન થયેથી અરજીપત્રક ખુલશે.
- ઓનલાઈન અરજીપત્રકની વિગતો કોલમ મુજબ ક્રમશ: ભરી અરજીપત્રક Save કરવાનું રહેશે. ઓનલાઈન Save કર્યા બાદ અરજીપત્રક સાથે જરૂરી લાગુ પડતાં તમામ આધાર/પુરાવાઓ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યાર બાદ અરજીપત્રની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
- ઓન-લાઇન ભરેલું ફોર્મ કમ્પ્યુટર ઉપર SAVE કરતાં પહેલાં તે માહિતી ઓન-લાઇન ચકાસી લેવી અને ભરેલા ફોર્મમાં કોઇપણ ફેરફાર કરવો હોય તો તે કરી લેવો. એકવાર સ્વીકાર કેન્દ્ર કક્ષાએ અરજીપત્ર Final Submit થયા બાદ તેમાં સુધારો કરી શકાશે નહીં.
- અરજી પત્રકની પ્રિન્ટ કરેલી કોપી નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રો ઉપર તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૮/૦૨/૨૦૨૪ (રવિવાર અને જાહેર રજા સિવાય) સુધી રૂબરૂમાં સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
- પ્રિન્ટ કરેલા ફોર્મમાં કોઇપણ જાતના સુધારા-વધારા કે છેકછાક કરેલા ફોર્મનો સ્વીકાર કરાશે નહિ. આમ છતાં જિલ્લા કક્ષાએ Final Submit થયા બાદ પણ જો કોઇ સુધારો કરવાની જરૂર જણાય તો કામ-ચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ થયા બાદ તિ સુધારણામાં ઓનલાઈન ક્ષિત સુધારણા ફોર્મ મેળવી સુધારો કરી શકાશે. પરંતુ નિવન વિગત/માહિતી/લાયકાત ઉમેરી શકાશે નહીં.
- સ્વીકાર કેન્દ્રની યાદી વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર મુકવામાં આવેલ છે.
- અરજીપત્રની હાર્ડકોપી રાજ્યના નક્કી કરેલ સ્વીકાર કેન્દ્ર ઉપર જરૂરી અસલ ગુણપત્રકો/પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવી, નિયત કરેલ ફી ભરી, સહી કરેલી પહોંચ જરૂરથી મેળવવી, અને સ્વીકાર કેન્દ્ર મારફત અરજી પત્રક Final Submit કરાવવું. Final Submit થયા સિવાયનું કોઇપણ અરજી પત્રક ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- અરજી પત્રક Final Submit કર્યા બાદ સ્વીકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સ્વીકારનારની સહીવાળી પહોંચ મેળવી સાચવવી,અને પસંદગી સમયે અચુક સાથે લાવવી
- સ્વીકાર કેન્દ્ર અથવા ભરતી કાર્યાલયની કચેરીએ ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. રજૂ થયેલ અરજીપત્રો રદ ગણાશે.
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો: