General Hospital Ahwa Recruitment 2024: જનરલ હોસ્પિટલ આહવા, જિ: ડાંગ ખાતે નેશનલ હેલ્થ મિશન દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ જેવી કે તબીબી અધિકારી, નર્સિંગ સ્ટાફ અને કોમ્યુનીટી નર્સ/ નર્સિંગ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
General Hospital Ahwa Recruitment 2024 – ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ
જનરલ હોસ્પિટલ આહવા ખાતે નીચે મુજબ જણાવેલ ખાલી જગ્યાઓ પડેલ હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ભરવાની જગ્યા | પગાર ધોરણ |
તબીબી અધિકારી (એસ.એન.સી.યુ.) | ૦૧ | રૂ. ૭૫,૦૦૦/- |
નર્સિંગ સ્ટાફ (એસ.એન.સી.યુ.) | ૦૩ | રૂ. ૨૦,૦૦૦/- |
કોમ્યુનીટી નર્સ/નર્સિંગ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી (એન.પી.એમ.) | ૦૨ | રૂ. ૩૦,૦૦૦/- |
કૂલ ભરવાપાત્ર જગ્યાઓ | ૦૬ |
General Hospital Ahwa Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને અનુભવ
નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ કરી શકશે.
- તબીબી અધિકારી (એસ.એન.સી.યુ.):
શૈક્ષણિક લાયકાત:
૧. એમ.બી.બી.એસ. ડિગ્રી મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા/નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ.
૨. ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે રજીસ્ટ્રેશન થયેલ હોવું ફરજીયાત છે.
૩. Basic Computer Skills specially related to M.S. Office.
અનુભવ: એન.આઈ.સી.યુ. ખાતે કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. અન્ય હોસ્પિટલ ખાતે તબીબી અધિકારી તરીકે કરેલ કામગીરીના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
- નર્સિંગ સ્ટાફ (એસ.એન.સી.યુ.):
શૈક્ષણિક લાયકાત: ડિપ્લોમા (GNM/ડિગ્રી (B.Sc.) ઈન જનરલ નર્સિંગ, ડિગ્રી નર્સિંગ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાથી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ખાતે રજીસ્ટ્રેશન થયેલુ હોવું ફરજિયાત છે.
અનુભવ: એન.આઈ.સી.યુ. ખાતે કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. અન્ય હોસ્પિટલ ખાતે આઈ.સી.યુ. સ્ટાફ તરીકે કરેલ કામગીરીના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.
- કોમ્યુનીટી નર્સ/નર્સિંગ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી (એન.પી.એમ.):
શૈક્ષણિક લાયકાત: પ્રેક્ટીશર ઈન મેડવાઈફરી (એન.પી.એમ.) પોસ્ટ બેઝિક ડિપ્લોમા ક્વોલિફિકેશન રેકોગ્નાઈઝડ બાય નર્સિંગ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા.
અનુભવ: અન્ય હોસ્પિટલ ખાતે મિડવાઈફરી પ્રેક્ટીશર તરીકે કરેલ કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
General Hospital Ahwa Recruitment 2024 – મહત્ત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૨૪/૦૬/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ | ૦૬/૦૭/૨૦૨૪ |
General Hospital Ahwa Recruitment 2024 – મહત્ત્વની સુચનાઓ
ભરતી અંગેની સામાન્ય સૂચનાઓ:
- ઑનલાઈન અરજી બાદ સંસ્થા ની કમિટી દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ભરતી કરવા માં આવશે.
- મહેનતાણાં અને રજાઓ સબબ એન.એચ.એમ. ગુજરાત ના નિયમો લાગુ પડશે.
- ભરતી થયેલ ઉમેદવાઓ નું ફરજ નું સ્થળ જનરલ હોસ્પિટલ આહવા રહેશે. અને નિમણૂંક પત્ર માં લખાયેલ તમામ શરતો અને બોલીઓ બંધન કર્તા રહેશે.
- પસંદગી પામનાર ઉમેદવારો ની ભરતી તદ્દન હંગામી રહેશે. કોઈ કાયમી નોકરી ના હક્કો મળવાપાત્ર રહેશે નહિ. અને ભવિષ્ય માં તે અંગે કોઈ હક્ક દાવો રહેશે નહિ.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ:
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ મળેલ અરજી ઓ માન્ય રહેશે નહિ.
- આરોગ્ય સાથી ઓન લાઇન પોર્ટ્સમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
- કાર્યરત કોન્ટેક્ટ નંબર અને ઇ-મેલ માહિતી ફરજિયાત આપવાની રહેશે. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.
- એન.પી.એમ./સ્ટાફ નર્સ જગ્યાઓ માટે ૧૮ વર્ષ થી ઓછી તેમજ ૪૫ વર્ષ થી વધુ ઉંમર ન હોવી જોઇએ. તબીબી અધિકારી ની જગ્યા માટે મહત્તમ વયમર્યાદા ૫૫ વર્ષ રહેશે.
Apply Online for General Hospital Ahwa Recruitment 2024 – ઓનલાઈન અરજી કરવા
જગ્યાનું નામ | ઓનલાઈન અરજી કરવા |
તબીબી અધિકારી (એસ.એન.સી.યુ.) | અહિં ક્લિક કરો |
નર્સિંગ સ્ટાફ (એસ.એન.સી.યુ.) | અહિં ક્લિક કરો |
કોમ્યુનીટી નર્સ/નર્સિંગ પ્રેક્ટીશનર ઈન મિડવાઈફરી (એન.પી.એમ.) | અહિં ક્લિક કરો |