GMERS Hospital Valsad Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, વલસાડ ખાતે અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે વિવધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૦૮/૨૦૨૪ થી તા. ૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GMERS Hospital Valsad Recruitment 2024 – ખાલી જગ્યાઓ
પ્રોગ્રામનું નામ | પોસ્ટનું નામ | ફરજનું સ્થળ | ભરવાપાત્ર જગ્યાઓ | પગાર ધોરણ |
કે.એમ.સી. | સ્ટાફ નર્સ | જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, વલસાડ | ૦૧ | રૂ. ૨૦,૦૦૦/- |
એસ.એન.સી.યુ. | સ્ટેટ હોસ્પિટલ ધરમપુર | ૦૧ | ||
કે.એમ.સી. | ૦૧ | |||
લક્ષ્ય | ૦૧ | |||
NPCB & VI | ઓપ્થલ્મિક આસિસ્ટન્ટ | સ્ટેટ હોસ્પિટલ ધરમપુર | ૦૧ | રૂ. ૧૫,૦૦૦/- |
રોગી કલ્યાણ સમિતિ | પી.એમ.જે.એ.વાય.ઓપરેટર | જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, વલસાડ | ૦૧ | રૂ. ૨૦૫/- ક્લેઇમદીઠ |
કૂલ ખાલી જગ્યાઓ | ૦૬ |
GMERS Hospital Valsad Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
- સ્ટાફ નર્સ:
શૈક્ષણિક લાયકાત: જી.એન.એમ./બી.એસ.સી. નર્સિંગ. નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડીયામા રજિસ્ટર નર્સ.
વય મર્યાદા: ૩૫ વર્ષ મહત્તમ
- ઓપ્થલ્મિક આસિસ્ટન્ટ:
શૈક્ષણિક લાયકાત: ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્ષ અથવા NPCB ની ગાઇડલાઇન મુજબ હોસ્પિટલમાં તાલીમ પામેલ ઓપ્થલ્મિક આસિસ્ટન્ટ.
વય મર્યાદા: ૩૫ વર્ષ મહત્તમ
- પી.એમ.જે.એ.વાય.ઓપરેટર:
શૈક્ષણિક લાયકાત: B.com અથવા B.Sc. ગ્રેજ્યુએટ. સરકાર માન્ય સંસ્થાનું કમ્પ્યુટર સર્ટિફિકેટ.
વય મર્યાદા: ૩૫ વર્ષ મહત્તમ
GMERS Hospital Valsad Recruitment 2024 – ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ:
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.
- સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરેમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
- અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે
- ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં.
- વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તા.૩૦/૦૮/૨૦૨૪ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
- ડૉકયુમેન્ટ વેરીફિકેશન માટે તબીબી અધિક્ષકશ્રીની કચેરી, પહેલા માળે, જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ,વલસાડ ખાતે તા. ૦૪/૦૯/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ ના સમયે રીપોર્ટીંગ માટે અચૂક હાજર રહેવાનું રહેશે. રીપોર્ટીંગના સમય દરમ્યાન આવેલ ઉમેદવારોના ડૉકયુમેન્ટનું વેરીફિકેશન કરવામાં આવશે. ગેરહાજર રહેલ ઉમેદવારો નિમણૂકને પાત્ર રહેશે નહીં.
- મેરીટ મુજબ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Apply Online Application for GMERS Hospital Valsad Recruitment 2024 – ઓનલાઇન અરજી કરવા માટે
જગ્યાનું નામ | અરજી કરવા માટે |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
- ITBP Constable Recruitment 2024 – Indo-Tibetan Border Police Force
- PGVCL Apprentice Recruitment 2024 – પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા ભરતી