સારી યાદશક્તિ વધારવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો । સંપુર્ણ માહિતી જાણો
આજના આધુનિક યુગમાં વસ્તુઓ ભુલી જવું, યાદશક્તિમાં મુશ્કેલીઓ અનુભવવી એક સૌથી વધુ પ્રમાણમાંં જોવા મળતી સમસ્યા છે. યાદશક્તિ સારી હોવી એ સૌના માટે લાભદાયી હોય છે, જો એ વિદ્યાર્થીઓ હોય, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતો હોય કે પછી નૌકરી કરતો વ્યક્તિ હોય કે સામાન્ય માણસ હોય. દરેક વ્યક્તિ માટે સારી યાદશક્તિ હોવી મહત્વનો ભાગ ભજવે છે દરેકના જીવનમાં.
મેમરી : વસ્તુઓને સારી રીતે યાદ રાખવા માટે ગ્રીસમાં નેમોનિક્સ નામની તકનીક અપનાવાય છે. શું તમે જાણો છો ? આ તકનીક વિશે. આપણે આ લેખ દ્વારા આ તકનીકની સંપુર્ણ માહિતી મેળવ્યે. આ નામ ગ્રીસમાં સ્મૃતિની દેવી નેમોસિનના નામે રખાયું છે. વસ્તુઓને યાદ રાખવા માટે તેમાં ચિત્ર, નાના શબ્દ, રુઢિપ્રયોગો કે કોયડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરાય છે.
નેમોનિક્સ ફોર્મ્યુલા શું છે ?
નેમોનિક્સની એક એવી જ ફોર્મ્યુલા છે જે લુક, સ્નેપ અને કનેક્ટ. તેમાં કોઈ વસ્તુ કે સ્થાન વગેરેને સારી રીતે યાદ રાખવા માટે તેને ચિત્ર, શબ્દ અને નાની સ્ટોરી સાથે સાંકળવામાં આવે છે.
લૂક એટલે શું ? જાણો સંપુર્ણ માહિતી
જે કોઈ સ્થાનને યાદ રાખવા માગો છો, તેની આસપાસ નજીકથી જુઓ. જેમકે કોઈ પાર્કિંગના સેક્શન – ૩ બીમાં કાર પાર્ક કરી છે તો ૩ – બી પર ધ્યાન આપો. આવી રીતે યાદ રાખવુંં સરળતા રહેશે.
સ્નેપ એટલે શું ?
સ્નેપનો સાદો અર્થ એ થાય કે કલ્પના કરવી. હવે સ્થાનનો મગજમાં કાલ્પનિક ફોટો ખેંચી તેને થોડો વિસ્તાર આપો – વિચારો કે ત્રણ વાંદરા (૩ – બી) કાર પર કૂદી રહ્યા છે. કોઈ પણ વસ્તુને યાદ રાખવા માટે પોતાને અનુકૂળ લાગે એ રીતે સરળ તકનીકથી યાદ રાખી શકાય છે.
કનેક્ટ એટલે કેવી તકનીક ?
કાર અને ૩ – બીને ધ્યાનમાં રાખો. પાર્કિંગમાં જ્યારે કાર શોધવા જશો તો કાર પર કૂદકા મારતા ત્રણ વાંદરાનું કાલ્પનિક ચિત્ર તેને શોધવી સરળ બનાવશે. આ રીતે કોઈ પણ વસ્તુને સારી રીતે યાદ રાખી શકાય છે.