જનરલ હોસ્પિટલ જામ-ખંભાલીયામાં ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 

જનરલ હોસ્પિટલ જામ-ખંભાલીયામાં ભરતીની જાહેરાત

ડીસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર (DEIC) અંતર્ગત, જનરલ હોસ્પિટલ, જામ – ખંભાલીયા ખાતે વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ વિવિધ જગ્યાઓ માટે એન.એચ.એમ. અંતર્ગત કરાર આધારિત માસિક ફીકસ વેતનથી ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા માટે જાહેર કરવામાં આવી છે. 

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૯/૧૨/૨૦૨૩ થી ૧૭/૧૨/૨૦૨૩ ના રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ ઓફિસીયલ વેબસાઈટ  https://arogyasathi.gujarat.gov.in પર કરવાની રહેશે. જાહેરાત અંગે સંંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. 

 

ભરતી અંગે સંપુર્ણ માહિતી લાયકાત, વય મર્યાદા,પગાર ધોરણ , અનુભવ વગેરે…

 

પોસ્ટનું નામ :-

  1. પીડીયાટ્રીશીયન ડી.ઈ.આઈ.સી.
  2. મેડીકલ ઓફિસર ડી.ઈ.આઈ.સી.
  3. ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ ડી.ઈ.આઈ.સી.
  4. સાયકોલોજીસ્ટ
  5. ઓપ્ટોમેટ્રીશન ડી.ઈ.આઈ.સી.
  6. અર્લી ઈન્ટરવેન્શનીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર ડી.ઈ.આઈ.સી.
  7. ડેન્ટલ ટેકનીશીયન ડી.ઈ.આઈ.સી.
  8. લેબ. ટેકનીશીયન ડી.ઈ.આઈ.સી.

 

જગ્યાઓ માટે પગાર ધોરણ 

પોસ્ટનું નામ  પગાર ધોરણ
પીડીયાટ્રીશીયન ડી.ઈ.આઈ.સી. ₹ 1,00,000/-
મેડીકલ ઓફિસર ડી.ઈ.આઈ.સી. ₹ 60,000/-
ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ ડી.ઈ.આઈ.સી. ₹ 15,000/-
સાયકોલોજીસ્ટ ₹ 11,000/-
ઓપ્ટોમેટ્રીશન ડી.ઈ.આઈ.સી. ₹ 12,500/-
અર્લી ઈન્ટરવેન્શનીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર ડી.ઈ.આઈ.સી. ₹ 11,000/-
ડેન્ટલ ટેકનીશીયન ડી.ઈ.આઈ.સી. ₹ 12,000/-
લેબ. ટેકનીશીયન ડી.ઈ.આઈ.સી.

 

₹ 13,000/-

 

જગ્યા માટે લાયકાત અને અનુભવ

  • પીડીયાટ્રીશીયન ડી.ઈ.આઈ.સી. : એમ.બી.બી.એસ. સાથે પી.જી ડીગ્રી અને એમ.સી.આઈ માન્યતા પ્રાપ્ત.

 

  • મેડીકલ ઓફિસર ડી.ઈ.આઈ.સી. : એમ.બી.બી.એસ સાથે અને એમ.સી.આઈમાં માન્યતા પ્રાપ્ત. (અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.)

 

  • ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ ડી.ઈ.આઈ.સી. : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડીગ્રી સ્પીચ અને લેંગવેજ પેથોલોજી, આ ઉપલબ્ધતા ના હોય તો ડીપ્લોમાં એ.એસ.એલ.પી આ માટે અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

 

  • સાયકોલોજીસ્ટ કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી. જો આ બિન ઉપલબ્ધ હોય તો ઉમેદવાર માસ્ટર્સ ઈન કલીનીકલ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

 

  • ઓપ્ટોમેટ્રીશન ડી.ઈ.આઈ.સી. : માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઈન ઓપ્ટોમેટ્રીશ.

 

  • અર્લી ઈન્ટરવેન્શનીસ્ટ કમ સ્પેશીયલ એજ્યુકેટર ડી.ઈ.આઈ.સી. : એમ.એસ.સી ઇન ડીસેબીલીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેશન) વીથ બેઝીક ડીગ્રી ઇન ફિઝીયોથેરાપી (બી.પી.ટી.,બી.યુ.ટી.એ.એસ. એલ પી. એમ.બી.બી.એસ.બી. એ.એમ.એસ., બી.એચ.એમ.એસ. પી.જી.ડી.ઇ.આઇ વીથ બેઝીક અથવા ડીગ્રી જેવી કે બી.પી.ટી., બી.ઓ.ટી., એ.એસ.એલ.પી., એમ.બી.બી.એસ., બી. એડ (સ્પેશીયલ એજ્યુકેશન બેચલર ઇન રીહેબીલીટેશન સાયન્સ, બેચલર ઇન મેન્ટલ રીટાડેશન) અથવા ડીપ્લોમાં ઇન અલ્ ચાઇલ્ડ S સ્પેશીયલ એજ્યુકેશન (એમ.આર.) બી.એડ સ્પેશીયલ એજ્યુકેશન (લોકોમોટોર ન્યુરોલોજીકલ ડીસ ઓર્ડર, પી.જી.ડીપ્લોમાં ઇન સ્પેશીયલ એજ્યુકેશન) યુનિવર્સિટીમાં અથવા માન્યતા પ્રાપ્ત થી આર.સી.આઇ. ધ્યાનમાં લેવામાં આવશે.

 

  • ડેન્ટલ ટેકનીશીયન ડી.ઈ.આઈ.સી. : માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ૧ – ૨ વર્ષનો ડેન્ટલ ટેકનીશીયન કોર્ષ.

 

  • લેબ. ટેકનીશીયન ડી.ઈ.આઈ.સી. : ડીપ્લોમા અથવા બેચલર ડીગ્રી ઈન મેડીકલ લેબોરેટરી ટેકનીકલ ( સરકારી કોલેજમાં ડીગ્રી લીધેલ ઉમેદવાર પ્રાધાન્ય આપવામાંં આવશે.

 

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ. :-

૧. ઉમેદવારે ફક્ત https://arogyasathi.gujarat.gov.in. પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવેશે. ૨જી.એ.ડી./કુરીયર/સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિ. તેમજ માન્ય ગણવામાં આવશે. નહિ.

૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

૩. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.

૪. તમામ જગ્યાઓ માટે વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહશે.

 

અરજી કરવા માટે : અહિં ક્લિક કરો 

 

 

Leave a Comment