Government Hospital Jamnagar Recruitment 2024: ગુરુ ગોબિંદસીંધ સરકારી હોસ્પિટલ, જામનગર (ગુજરાત સરકાર) દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત વિવિધ ખાલી પડેલ જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૧/૧૨/૨૦૨૪ (રાત્રીના ૧૨:૦૦ કલાક) સુધીમાં આરોગ્ય સાથી પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો: GPSC Recruitment 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
Government Hospital Jamnagar Recruitment 2024 – ખાલી જગ્યાઓ
જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર ખાતે વિવિધ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ આપેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
મેડીકલ ઓફીસર (DEIC) | ૦૧ | રૂ. ૭૫,૦૦૦/- |
ઓપ્ટોમેટ્રીશ (DEIC) | ૦૧ | રૂ. ૧૬,૦૦૦/- |
ડેન્ટલ ટેક્નીશીયન (DEIC) | ૦૧ | રૂ. ૨૦,૦૦૦/- |
કૂલ ખાલી જગ્યાઓ | ૦૩ |
Government Hospital Jamnagar Recruitment – શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- મેડીકલ ઓફીસર:
શૈક્ષણિક લાયકાત: એમ.બી.બી.એસ. (MCI માંથી માન્યતા પ્રાપ્ત)
- ફાયનલ યર માર્કશીટ
- FMGE/NMC રીઝલ્ટ
- GMC રજીસ્ટ્રેશન
- અનુભવનું પ્રમાણપત્ર
- ઓપ્ટોમેટ્રીશ:
શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર / માસ્ટર ઈન ઓપ્ટોમેટ્રીશ
- ડેન્ટલ ટેક્નીશીયન:
શૈક્ષણિક લાયકાત: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ૧ અથવા ૨ વર્ષનો ડેન્ટલ ટેક્નીશીયનનો કોર્ષ
Government Hospital Jamnagar Recruitment – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૨૫/૧૧/૨૦૨૪ |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૧/૧૨/૨૦૨૪ (રાત્રીના ૧૨:૦૦ કલાક સુધીમાં) |
Government Hospital Jamnagar Recruitment 2024 – અગત્યની સુચનાઓ
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યનું સૂચનાઓ:
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in/ પર મેળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રજી. એડી./કુરિયર/ સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવેશે નહિ તેમજ માન્ય ગણવામાં આવશે નહિ.
- સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
- તમામ જગ્યાઓ માટેની વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહેશે.
Apply Online Application for Government Hospital Jamnagar Recruitment 2024
ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
નોકરીની વધુ માહિતી માટે | અહિં ક્લિક કરો |