Kheti Bank Recruitment 2024: ધી ગુજરાત કો. ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. અમદાવાદ દ્વારા ગુજરાતમાં ૧૭૭ શાખાઓ અને ૧૭ જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં વિવિધ જગ્યાઓ માટે સૌથી મોટી ઓફલાઈન ભરતીની જાહેરાત.
Kheti Bank Recruitment 2024 – ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ
ધી ગુજરાત કો. ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. અમદાવાદ દ્વારા ગુજરાતમાં ૧૭૭ શાખાઓ અને ૧૭ જિલ્લા કચેરીઓ નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓફલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
આસીસ્ટન્ટ જનરલ મેનેજર | ૦૨ | રૂ. ૭૫,૦૦૦/- |
આસીસ્ટન્ટ જનરલ મેનેજર | ૦૨ | રૂ. ૭૫,૦૦૦/- |
મેનેજર | ૦૨ | રૂ. ૩૦,૦૦૦/- |
મેનેજર | ૨૦ | રૂ. ૩૦,૦૦૦/- |
આસીસ્ટન્ટ મેનેજર | ૦૧ | રૂ. ૨૫,૦૦૦/- |
આસીસ્ટન્ટ મેનેજર (આઈ.ટી.) | ૦૫ | રૂ. ૨૫,૦૦૦/- |
ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-એ | ૫૦ | રૂ. ૧૯,૦૦૦/- |
ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-બી | ૬૦ | રૂ. ૧૮,૦૦૦/- |
ટેકનિકલ આસીસ્ટન્ટ (ડ્રાઈવર) | ૨૦ | રૂ. ૧૭,૦૦૦/- |
ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન) | ૭૫ | રૂ. ૧૫,૫૦૦/- |
Kheti Bank Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા
ધી ગુજરાત કો. ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી. અમદાવાદ દ્વારા ગુજરાતમાં ૧૭૭ શાખાઓ અને ૧૭ જિલ્લા કચેરીઓ નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકશે.
- આસીસ્ટન્ટ જનરલ મેનેજર:
શૈક્ષણિક લાયકાત: C.A. 50%
અનુભવ: બેંકીંગ ક્ષેત્રનો ૨ વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડીટ ડીપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ.
વય મર્યાદા (ઉંમર): ૩૫ વર્ષથી વધુ નહિં.
- આસીસ્ટન્ટ જનરલ મેનેજર:
શૈક્ષણિક લાયકાત: C.A. 50%
અનુભવ: તમામ પ્રકારના ઓડીટ, ટેક્ષની કામગીરીનો ૨ વર્ષનો અનુભવ.
વય મર્યાદા (ઉંમર): ૩૨ વર્ષથી વધુ નહિં.
- મેનેજર:
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી M.B.A. (HR) 60%
અનુભવ: બેંકીંગ / કોર્પોરેટ ક્ષેત્રનો ૩ વર્ષનો અનુભવ.
વય મર્યાદા (ઉંમર): ૩૨ વર્ષથી વધુ નહિં.
- મેનેજર:
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ 60% અને C.A. intermediate પાસ, આર્ટીકલશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ.
અનુભવ: ૨ વર્ષનો અનુભવ.
વય મર્યાદા (ઉંમર): ૩૨ વર્ષથી વધુ નહિં.
- આસીસ્ટન્ટ મેનેજર:
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી M.B.A. 60%
અનુભવ: બેંકીંગનો ૨ વર્ષનો અનુભવ.
વય મર્યાદા (ઉંમર): ૩૫ વર્ષથી વધુ નહિં.
- આસીસ્ટન્ટ મેનેજર (આઈ.ટી.):
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીના ડિગ્રી. Computer Engineer/Software Engineer/M.C.A. 60%
અનુભવ: ૫ વર્ષનો અનુભવ.
વય મર્યાદા (ઉંમર): ૩૨ વર્ષથી વધુ નહિં.
- ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-એ:
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ 70% અને PGDCA/DCA/DCS/ccc+
અનુભવ: બેંકીંગ કામગીરીના અનુભવીને અગ્રતા.
વય મર્યાદા (ઉંમર): ૩૨ વર્ષથી વધુ નહિં.
- ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-બી:
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ 70% અને PGDCA/DCA/DCS/ccc+
અનુભવ: બેંકીંગ કામગીરીના અનુભવીને અગ્રતા.
વય મર્યાદા (ઉંમર): ૩૨ વર્ષથી વધુ નહિં.
- ટેકનિકલ આસીસ્ટન્ટ (ડ્રાઈવર):
શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૦ પાસ.
અનુભવ: ડ્રાઈવીંગ લાઈસન્સ મેળવ્યા તારીખથી ૫ વર્ષનો મેન્યુઅલ-ઓટો કાર ડ્રાઈવીંગનો અનુભવ. જી.પી.એસ.નું જ્ઞાન
વય મર્યાદા (ઉંમર): ૪૦ વર્ષથી વધુ નહિં.
- ઓફીસ આસીસ્ટન્ટ (પ્યુન):
શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૦ પાસ.
અનુભવ: કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
વય મર્યાદા (ઉંમર): ૪૦ વર્ષથી વધુ નહિં.
Kheti Bank Recruitment 2024 – મહત્વની તારીખ
ઓફલાઈન અરજી કરવાની શરૂઆતની તા. | ૨૯/૦૭/૨૦૨૪ |
ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તા. | ૧૬/૦૮/૨૦૨૪ |
Kheti Bank Recruitment 2024 – અગત્યની સૂચના
ભરતી અંગેની જાહેરાતના નિયમો અને શરતો
- અનુ.નં.૧ થી ૮ ની કેડર માટેના અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલ નમુના મુજબની અરજીની સાથે રૂા.૩૦૦- બેંકના QR કોડથી જમા કરાવવાના રહેશે. તથા અનુ.નં.૯ અને ૧૦ ની કેડર માટેના અરજદારોએ બેંકના QR કોડથી રૂા.૧૫૦- જમા કરાવવાના રહેશે. જે નોન-રીડેબલ રહેશે.
- બેંકની વેબસાઈટ khetibank.org અને એજન્સીની વેબસાઈટ www.ethosindia.com ઉપર મુકવામાં આવેલ અરજીના નમુના મુજબનું ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરવાની રહેશે. વેબસાઈટમાં આપેલ નમુના સિવાયની કોઈપણ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં. ઉમેદવારે ફીઝીકલ અરજી ક્રમ નં.૧૯ માં દર્શાવેલ સરનામાં ઉપર કરવાની રહેશે.
- અનુ.નં.૧ થી ૫ ની કેડરના ઉમેદવારો અંગ્રેજી ભાષામાં પત્રવ્યવહાર કરવાની ક્ષમતા અને જાણકારી ધરાવતા હોય તે ઈચ્છનીય છે.
- ઉમેદવારોને ગુજરાતી ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટરની જાણકારી હોવી ફરજીયાત છે.
- ઉપરોકત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારોને બેંક જરૂરીયાત મુજબની શાખા / જીલ્લા કચેરીએ વડીકચેરીએ નિમણુંક આપશે અને ૧ વર્ષનો પ્રોબેશન પીરીયડ રહેશે અને કોલમ નં.૭ માં દર્શાવ્યા પ્રમાણે માસિક ફીકસ પગાર ચુકવવામાં આવશે. ત્યારબાદ કાયમી થયે બેંકના પૅ સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભાલાભ ચુકવવામાં આવશે. યોગ્યતા મુજબ પગાર સ્કેલમાં છુટછાટ આપવામાં આવશે. પ્રોબેશન પીરીયડમાં વધારો કરવાની સત્તા બેંકને રહેશે.
- બેંક તરફથી માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવ ધરાવતા વ્યકિતઓની અરજીઓ જ ધ્યાને લેવામાં આવશે.
- બેંક દ્વારા જાહેરાતમાં આપવામાં આવેલ ઉપરોકત કેડરની જગ્યાઓ ઉપર ઓછી કે વધારે નિમણૂંક બેંક જરૂરીયાત મુજબ આપી શકશે.
- બેંકની કામગીરીના અનુભવ મુજબ ઉમેદવારની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, તે માટેના તમામ હક્ક બેંકને અબાધિત રહેશે.
- અનુ.૧ થી ૮ ની કેડરના ઉમેદવારોની લેખીત અને મૌખીક પરિક્ષા યોજવામાં આવશે. જયારે અનુ.નં.૯ અને ૧૦ ના ઉમેદવારોની મૌખીક પરિક્ષા યોજવામાં આવશે. જેમાં દરેક કેડરના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
- પ્રોબેશન પીરીયડ પુર્ણ થયે નિમણુંક પામેલ ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાયે કાયમી નિમણુંક આપવામાં આવશે અને આ નિમણુંક અપાયેથી આ કર્મચારીઓને ગુજરાતની હાલની કે નવી ખુલનાર કોઈપણ શાખા જલ્લા કચેરીમાં જે તે જગ્યાએ જે કામગીરી સોંપવામાં આવે તે કરવાની રહેશે.
- આ અગાઉ બેંકમાં કરવામાં આવેલ કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
- ઉપરોકત કેડરમાં અરજી કરવા માટે વયમર્યાદા નક્કી કરવાની ભેઈન ડેઈટ તા.૩૧-૦૩-૨૦૨૪ની રહેશે.
- અનુ.નં.૭ અને ૮ ની કેડર માટે આવેલ અરજીઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ૫ જગ્યાઓ અનામત રહેશે.
- બેંકમાં હાલ ફરજ બજાવતા અધિકારી / કર્મચારીઓએ અરજી કરતા અગાઉ હેડ ઓફીસની પૂર્વમંજુરી મેળવવાની રહેશે.
- ભરતીને લગતા તમામ હક્ક બેંક મેનેજમેન્ટને અબાધિત રહેશે.
- એક ઉમેદવાર ફકત એક જ પોસ્ટ માટે અરજી કરી શકશે. જો કોઈપણ ઉમેદવાર એક થી વધુ પોસ્ટ માટે અરજી કરશે તો તેમની અરજી માન્ય રાખવામાં આવશે નિહં અને તેમણે કરેલ તમામ અરજી રદ ગણાશે.
- અરજી ફોર્મ khetibank.org, www.ethosindia.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
- ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ તેમજ QR code થી જમા કરાવેલ રકમની રસીદ સામેલ કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું: ETHOS HR Management & Project Pvt.Ltd., ETHOS, Ornet Arcade, 101-102, opp. AUDA Garden, near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat
ઉપરોકત વિગતે બેંક દ્વારા આપવામાં આવેલ જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની અરજી તા.૧૬-૮- ૨૦૨૪ સુધીમાં અનુ.નં.૧૯ માં દર્શાવેલ સરનામે મળી જાય તે રીતે મોકલવાની રહેશે.
Apply Online for Kheti Bank Recruitment 2024
Application Form/Apply Offline | Click Here |
Address for Offline Application/ Application Place | ETHOS HR Management & Project Pvt.Ltd., ETHOS, Ornet Arcade, 101-102, opp. AUDA Garden, near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat |
Find More Jobs | Click Here |