PGVCL Apprentice Recruitment 2024 – પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા ભરતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

PGVCL Apprentice Recruitment 2024: પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ કંપની દ્વારા એપ્રેન્ટિસ લાઈનમેનની જગ્યાઓ ભરવાની થતી હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા બાબતે જાહેરાત કરવામાં આવેલ છે.

 

PGVCL Apprentice Recruitment 2024 – ખાલી જગ્યાઓ

પીજીવીસીએલ દ્વારા જાહેરાતમાં જણાવ્યા મુજબ વિવિધ વર્તુળ કચેરી ખાતે એપ્રેન્ટિસ લાઈનમેનની ખાલી જગ્યાઓ પુરૂષ ઉમેદવારો માટે નીચે મુજબની કૂલ સંખ્યા ભરવાપાત્ર થાય છે.

વર્તુળ કચેરીનું નામ કૂલ ખાલી જગ્યાની સંખ્યા
ભાવનગર ૨૨
મોરબી ૦૯
જુનાગઢ ૧૨
બોટાદ ૦૭
સુરેન્દ્રનગર ૧૯
રાજકોટ ગ્રામ્ય ૧૭૯
અમરેલી ૩૦
રાજકોટ શહેર ૧૩૬
પોરબંદર ૧૧
ભુજ ૯૩
અંજાર ૪૨
જામનગર ૧૦૮
કૂલ ખાલી જગ્યાઓ ૬૬૮

 

Eligibility Criteria for PGVCL Apprentice Recruitment 2024 – જરૂરી લાયકાત

ટેકનિકલ લાયકાત: ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન/ઈલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ.

શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૦ પાસ

વય મર્યાદા: જાહેરાતની તારીખ. ૧૪/૦૮/૨૦૨૪ થી વય મર્યાદા.

  1. ઓછામાં ઓછી ૧૮ વર્ષ તમામ ઉમેદવારો માટે
  2. બિન અનામત ઉમેદવારો માટે ૨૫ વર્ષથી વધુ નહિં.
  3. અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ ૩૦ વર્ષ
  4. દિવ્યાંગ માટે ૩૫ વર્ષથી વધુ નહિં.
  5. જી.એસ.સો – ૨૯૫ (માત્ર પીજીવીસીએલના જ કર્મચારીના વારસો) માટે ૪૦ વર્ષથી વધુ નહિં.

જાતિ: પુરૂષ

વધુ માહિતી માટે નીચે આપેલ માહિતી તપાસી લેવું.

જાહેરાત અંગે વધુ માહિતી માટે  અહિં ક્લિક કરો 
વધારે નોકરીની માહિતી માટે  અહિં ક્લિક કરો 

 

 

 

Leave a Comment