હવામાન બદલાય સાથે ફૂડ પણ બદલવો જોઈએ । જાણો સંપુર્ણ માહિતી

 

હવામાન બદલાય સાથે ફૂડ પણ બદલવો જોઈએ । જાણો સંપુર્ણ માહિતી

હવે શિયાળો ચાલુ થયો છે ત્યારે એકાએક વાતાવરણ (હવામાન) બદલાય છે. જ્યારે હવામાન બદલાય છે ત્યારે ઘણા ચેપી રોગોનું જોખમ વધી જાય છે. ઉધરસ અને શરદી અને વાયરલ તાવ જેવા રોગો વધુ પ્રમાણમાં ફેલાતા હોય છે. આ સામે આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવા સારો એવો પોષ્ટીક આહાર લેવો જરુરી છે.

રોગોથી બચવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ (બૂસ્ટ ઈમ્યુનિટી) હોવી ખૂબ જ જરુરી છે. આવી સ્થિતિમાં , રોગપ્રતિકારક શક્તિ વધારીને, આપણે મોસમી રોગોના જોખમથી સુરક્ષિત રહી શકયે છીએ. આપણે રોગો સામે લડવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા ઈમ્યુનિટી બૂસ્ટર ફૂડ્સ) વિશે જાણીએ.

 

આદુ વિશે જાણીએ

 

શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આદુનો ઉપયોગ કરવો જોઈએ. આદુમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ માટે આપણે આદુના રસનો ઉપયોગ કરી શકાય છે. આદુને ભોજનમાં ભેળવીને ખાઈ શકાય છે.

બીન મસૂર

મગની દાળમાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. આહારમાં કઠોળનો સમાવેશ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તે સ્નાયુઓ વધારવા માટે પણ સારું છે. મગની દાળ ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે. જે વ્યક્તિને પાચનક્રિયાની સમસ્યા હોય તે મગની દાળ ખાવાથી પાચનક્રિયા સુધરે છે.

આમળા અને લીંબુ

આમળા અને લીંબુનુ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા જરુરી છે તે તો આપણે જાણીએ છીએ. શિયાળામાં ચેપી રોગોનો ખતરો વધારે હોય છે, આપણું સ્વાસ્થ્ય બચાવવા માટે આમળા અને લીંબુ પણ ફાયદાકારક છે. આ બંનેમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રોગોને દૂર રાખે છે.

હળદર

હળદરનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ. હળદરમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. હળદરનો ઉપયોગ શાકભાજીમાં ઉમેરીને કરવામાં આવે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે હળદરવાળું દૂધ પી શકાય છે. હળદરવાળું દુધ સ્વાસ્થ્ય માટે ઘણું સારુંં છે.

 

લવિંગ મરી

સરોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લવિંગ અને કાળા મરી રોગપ્રતિકારક શક્તિ માટે ખુબ જ ઉપયોગી છે. આપણે કાળા મરી અને લવિંગને ભોજનમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી આપણને રોગોથી સુરક્ષિત રાખે છે.

 

 

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Leave a Comment