વધુ પડતા સ્ક્રીન ટાઈમથી બાળકોના મગજ પર શું અસર થાય છે, જુઓ સંપુર્ણ માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 

વધુ પડતા સ્ક્રીન ટાઈમથી બાળકોના મગજ પર શું અસર થાય છે ? , જુઓ સંપુર્ણ માહિતી

આજના સમયમાં વધતા જતા ટેકનોલોજીના વપરાશના કારણે જેટલું માનવ જીવનને ઉપયોગી છે તેટલું અમુક અંશે નુકસાનકારક છે. આજના સમયમાં નાના બાળકોમાં પણ મોબાઈલ , ટેલિવીઝન અને અન્ય ગેમ્સ જે મોબાઈલ દ્વારા રમી શકાતી હોય. તેનો ખુબ જ વપરાશ વધવા લાગ્યો છે પરંંતુ શું તમે જાણો છો ? કે વધુ પડતા સ્ક્રીન ટાઈમથી બાળકોના મગજ પર શું અસર થાય છે ? 

 

સ્ક્રીન ટાઈમથી બાળકોના મગજ પર શું અસર થાય છે ?

વધુ પડતા સ્ક્રીન ટાઈમથી બાળકો પર નકારાત્મક અસર
વધુ પડતા સ્ક્રીન ટાઈમથી બાળકો પર નકારાત્મક અસર

 

વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ટેલિવિઝન જોવા અથવા કમ્પ્યુટર પર રમતો રમવા સહિત સ્ક્રીન સમય ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મગજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. વૈજ્ઞાનિકો દ્વારા ૨૩ વર્ષ સુધી ચાલેલા અને ત્રીસ હજાર સહભાગીઓ સાથે સંકળાયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ક્રીન ટાઈમથી મગજના આગળના હિસ્સામાં બાયોલોજીકલ ફેરફાર થવાને કારણે કાર્યકારી યાદશક્તિ, આયોજન ક્ષમતા અને બદલાતી પરિસ્થિતિઓ સામે પ્રતિસાદ આપવાની શકિત, મુઝવણ અનુભવવું, કલ્પના શક્તિ, બાળકનો ચિડચીડો સ્વભાવ, ગુસ્સો વધુ આવવો વગેરે જેવી અસરો જોવા મળે છે.

 

ઈન્ટરનેટ, વીડિયો ગેમ્સમાં સમય પસાર કરવાથી મગજ પર શું અસર થાય છે ?

હોંગકોંગ, ચીન અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ સમજવાનો પ્રયાસ કર્યો હતો કે કેવી રીતે બાળકોના વિકાસના મહત્વના સમય દરમ્યાન ડિજિટલ સ્ક્રીન ટાઈમ મગજની ક્ષમતા પર અસર કરે છે. તેમને જાણવા મળ્યું કે બાળકોની યાદશક્તિ, શ્રવણશક્તિ અને ભાષા શીખવા માટે મહત્વપૂર્ણ ટેમ્પોરલ લોબ્સ અને તેમના ઓસીસિસ્ટલ લોબ્સ ડિજિટલ પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા. વધુઅ પડતો સ્ક્રીન ટાઈમ બાળકોના મગજમાં શ્રવણ, સ્વાદ, સ્પર્શ, દ્રષ્ટિ અને ગંધ જેવી સંવેદનાઓ પ્રોસેસ કરતા હિસ્સામાં નુકસાન પહોંચાડીને તેમની ક્ષમતાને અસર પહોંચાડે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું કે સ્ક્રીન ટાઈમથી વર્તન નિયંત્રિત કરવા માટે જરૂરી એકાગ્રતા અને ઉચ્ચ વિચાર કુશળતા પર નકારાત્મક અસર પડી રહી છે. 

તેમાં પણ ટેબ્લેટ વપરાશકારોના મગજની કામગીરી અને સમસ્યાના ઉકેલ કરવાના કાર્યો સૌથી નબળા જણાય છે જ્યારે વીડિયો રમતો અને વધુ ઈન્ટરનેટના વપરાશ નબળી બુદ્વિ સાથે સંકળાયેલા હતા.

 

શું સંશોધકોએ નીતિ નિર્માતાઓને વિનંતી કરી ? જાણો સંપુર્ણ માહિતી

સંશોધકોએ સકારાત્મક મગજના વિકાસને ટેકો આપતા કાર્યક્રમોને પ્રોત્સાહન આપીને ડિજિટલ વિશ્વમાં નેવિગેટ કરવામાં માતા – પિતાને મદદ કરે. સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવો અસરકારક હોવા છતાં તેનાથી સંઘર્ષ થવાનો સંભવ છે. આથી નવીનતાપૂર્ણ, મૈત્રીપૂર્ણ અને વાસ્તવિક વ્યૂહરચના અપનાવીને તેનો અમલ કરી શકાય. બાળકોના ડિજિટલ ઉપયોગ માટે યોગ્ય દિશા, સંડોવણી અને સમર્થન પૂરું પાડવું જોઈએ.

જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વધુને વધુ શેર કરો. 

 

 

Leave a Comment