SMC Surat Recruitment 2024 દ્વારા સુરત શહેર વિસ્તારમાં કાર્યરત સુરત સીટી હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ લેખ દ્વારા ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
Name of Post for SMC Surat Recruitment 2024
સુરત સીટી હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
- આયુષ તબીબ (પુરુષ)
- ફાર્માસીસ્ટ
Number of Vacancies for the Post of SMC Surat Recruitment 2024
નેશનલ હેલ્થ મિશન દ્વારા નીચે મુજબ ભરવાપાત્ર થતી જગ્યાઓની ઓનલાઈન અરજી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ |
આયુષ તબીબ (પુરુષ) | ૦૬ |
ફાર્માસીસ્ટ | ૦૮ |
કૂલ ખાલી જગ્યાઓ | ૧૪ |
Pay Scale for the Post of SMC Surat Recruitment 2024
જગ્યા માટે પસંદગી પામેલ ઉમેદવાર માટે નીચે મુજબ પ્રમાણે માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર રહેશે. જેની નોંધ લેવી.
જગ્યાનું નામ | માસિક મહેનતાણું (ફિક્સ પગાર) |
આયુષ તબીબ (પુરુષ) | રૂ. ૨૫,૦૦૦/- પ્રતિ માસ |
ફાર્માસીસ્ટ | રૂ. ૧૩,૦૦૦/- પ્રતિ માસ |
Education Qualification for the Post of SMC Surat Recruitment 2024
- આયુષ તબીબ (પુરુષ):
- માન્ય યુનિવર્સિટીમાંથી A.M.S. અથવા B.H.M.S.
- ગુજરાત આયુર્વેદિક / હોમિયોપેથી કાઉન્સીલ બોર્ડમાં ફરજિયાત રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત હોવું જોઈએ.
- ફાર્માસીસ્ટ:
- માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી (બી.ફાર્મ) અથવા ડિપ્લોમાં (ડી.ફાર્મ)
- ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત હોવું જોઈએ.
Important Dates for the Post of SMC Surat Recruitment 2024
- ફોર્મ ભરવાની શરૂઆતની તા. ૩૧/૦૧/૨૦૨૪
- ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૯/૦૨/૨૦૨૪ (૨૩:૫૯ સુધી)
Age Limit for the Post of SMC Surat Recruitment 2024
જગ્યાનું નામ | વય મર્યાદા |
આયુષ તબીબ (પુરુષ) | ૪૫ વર્ષથી વધુ નહિં. |
ફાર્માસીસ્ટ | ૪૫ વર્ષથી વધુ નહિં. |
Application Fees for the Post of SMC Surat Recruitment 2024
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ અરજી ફી ભરવાપાત્ર થતી નહિં.
Important Instruction for the Post of SMC Surat Recruitment 2024
સુરત શહેર વિસ્તારમાં કાર્યરત સુરત સીટી હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મીશન (NHM) અંતર્ગત ખાલી પડેલ જગ્યાઓ ૧૧ માસનાં કરાર આધારીત પધ્ધતિથી ભરવાની હોય ઈચ્છુક યોગ્યતા – લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તાઃ- ૩૧/૦૧/૨૦૨૪ થી ૦૯/૦૨/૨૦૨૪ નાં 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉકત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ ભરતી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક હિત મળવાપાત્ર થશે નહી તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી તથા મુદત પુરી થયેથી આપોઆપ નિયુકતી સમાપ્ત થશે. ભરતી ફકત મેરીટ આધારે જ કરવામાં આવશે તથા સુરત શહેર તથા સુરત જીલ્લાના ઉમેદવારને પ્રધાન્ય આપવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે તેમજ કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહી ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના હકક અમોને અબાધિત રહેશે.
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :–
- ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
- જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
- ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ–મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી ઈ–મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે.
- ઉકતજગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
- જાહેરાતમાં તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આરોગ્ય વિભાગમાં કરેલ કામગીરીના અનુભવને ધ્યાને લઈ મેરીટ બનાવવામાં આવશે.
- નિમણુંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, સુરત સીટી હેલ્થ સોસાયટીનો રહેશે.
Apply Online | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Join Us on X (Twitter) | Click Here |
Find More Jobs |
Click Here |
આ પણ વાંચો: