Urban Health Society Ahmedabad Recruitment 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Urban Health Society Ahmedabad Recruitment 2024: અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી ૨૦૨૪ ની જાહેરાત કરવામાં આવેલ છે. જો તમે જાહેર આરોગ્ય શાખામાં કારકિર્દી બનાવવા માંગતા હોવ અને ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવા માંગતા હોવ, તો આ લેખ તમને અર્બન હેલ્થ સોસાયટીની જાહેરાત માટે તમામ આવશ્યક વિગતો, પાત્રતાના માપદંડ, એપ્લિકેશન પ્રક્રિયા અને ટીપ્સ પ્રદાન કરશે.

 

Urban Health Society Ahmedabad Recruitment 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તથા ડેટા એન્ટ્રી ઓપરેટરની ખાલી પડેલ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

 

Urban Health Society Ahmedabad Recruitment 2024 – Vacancy Details

ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ ખાતે નીચે મુજબની જગ્યાઓ ખાલી પડેલ હોવાથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

જગ્યાનું નામ જગ્યાની સંખ્યા પગાર ધોરણ
ઓપરેશન થીયેટર આસિસ્ટન્ટ ૧૫ રૂ. ૧૧,૦૦૦/-
ડેટા એન્ટ્રી ઓપરેટર (કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના SNCU વિભાગ/ HMIS & MCTS વિભાગ) ૦૩ રૂ. ૧૫,૦૦૦/-
કૂલ ખાલી જગ્યાઓ ૧૮

 

 

Eligibility Criteria for Urban Health Society Ahmedabad Recruitment 2024

  1. ઓપરેશન થીયેટર આસિસ્ટન્ટ:

શૈક્ષણિક લાયકાત: ધોરણ ૧૨ પાસ બાદ સરકાર માન્ય સંસ્થામાંથી ઓપરેશન થીયેટર આસિસ્ટન્ટનો ડિગ્રી ડિપ્લોમાં / કોર્ષ કરેલ હોવો જોઈએ.

અનુભવ: સરકારી / અર્ધ સરકારી/ કોર્પોરેશનમાં કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.

વય મર્યાદા (ઉંમર): ૬૦ વર્ષ

 

  1. ડેટા એન્ટ્રી ઓપરેટર (કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના SNCU વિભાગ/ HMIS & MCTS વિભાગ):

શૈક્ષણિક લાયકાત:

૧. માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ સ્નાતક

૨. સરકાર માન્ય સંસ્થાનો કોમ્પ્યુટર ડીગ્રી/ડિપ્લોમા/ CCC સર્ટીફિકેટ કોર્ષ

અનુભવ:

૧. ઓછામાં ઓછો ૩ વર્ષનો કોમ્પ્યુટર સંબંધિત ડેટાબેઝનો (M.S.office, MIS Systems) વગેરેનો અનુભવ.

૨. સરકારી / અર્ધ સરકારી / કોર્પોરેશનમાં કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.  

વય મર્યાદા (ઉંમર): ૫૮ વર્ષ 

 

Application Process for Urban Health Society Ahmedabad

ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબ પગલા ધ્યાનમાં રાખવા.

૧. ઓફિસીયલ આરોગ્યસાથીની સાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

૨. લાયક જગ્યા માટે ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરી ઓનલાઈન અરજી કરવી.

 

Selection Procedure for Urban Health Society Ahmedabad

પસંદગી પ્રક્રિયા ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદનો નિર્ણય આખરી રહેશે.

૧. મેરીટના આધારે

૨. કમ્પ્યુટર ટેસ્ટ

૩. ઈન્ટરવ્યુ દ્વારા

આખરી નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે.

 

Interview Preparation Tips for Urban Health Society Ahmedabad Recruitment 2024

ઈન્ટરવ્યુ માટે શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં રાખી બેઝિક જ્ઞાન અને કમ્પ્યુટર અંગેની જરૂરી માહિતી હોવી જરૂરી છે.

 

Important Dates for Urban Health Society Ahmedabad Recruitment 2024

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ૨૫/૦૬/૨૦૨૪
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ૦૨/૦૭/૨૦૨૪
ઈન્ટરવ્યુની તારીખ ઈ-મઈલ કે ટેલિફોન કે પત્ર વ્યવહાર દ્વારા માહિતી આપવામાં આવશે.

 

Important Instruction for Urban Health Society Ahmedabad Recruitment 2024

 

શરતો

  1. અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવનાં તમામ પ્રમાણપત્રની પ્રમાણીત નકલ જોડવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહી હોય તો તેવી અરજી રદ્દ ગણવામાં આવશે તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતોના તથા અરજી સાથે જોડેલ પ્રમાણપત્રના અસલ પુરાવા રજૂ નહી કરે તો અત્રેની ઓફીસેથી લીધેલ નિર્ણય છેલ્લો ગણાશે. તે અંગે ઉમેદવારનો કોઇ હક્ક દાવો રહેશે નહી.
  2. આ જગ્યાની ભરતી પ્રકીયાનાં અનુસંધાને આ જાહેરાતમાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક્ક/અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
  3. પસંદગી થયેલ ઉમેદવારની નિમણૂંક તદ્દન હંગામી ધોરણે ખાતાની જરૂરિયાત સુધીના સમયગાળાની રહેશે. કોન્ટ્રાકટ પૂર્ણ થયેથી દિન ૦૧ નો બ્રેક આપી તેઓનો કરાર વધુમાં વધુ ૧૧ માસ અથવા ખાતાની જરૂરિયાત સુધી રીન્યુ કરવામાં આવશે.
  4. પસંદગી થયેલ ઉમેદવારે ધી અર્બન હેલ્થ સોસાયટીના વખતો વખત નક્કી થતાં ધારા ધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
  5. પસંદ થયેલ ઉમેદવારોએ નિમણૂંક અગાઉ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ધી અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદ સાથે કરાર કરવાનો રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઇ હકક દાવો રહેશે નહી.
  6. ઉપરોકત જગ્યા માટે જે તે તબકકે કોઇપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણુક રદ કરવામાં આવશે.
  7. જે ઉમેદવારનાં માર્કસ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે-તે યુનિર્વસીટીમાંથી ડીગ્રી મેળવી હોઇ તે યુનિર્વસીટીનું ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનો પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  8. સ્ટેટ હેલ્થ સોસાયટી, ગાંધીનગર દ્વારા વખતો વખત મળતી સૂચના મુજબ પગાર ધોરણમાં સુધારા વધારા કરવામાં આવશે.
  9. પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂંક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
  10. ઉમેદવારની મેરીટ યાદી ઉમેદવારની આવેલ અરજીઓ ઉપરથી તૈયાર કરવામાં આવેલ હોવાથી જો તેમાં કંઇ પણ ક્ષતી અથવા ખોટું કરેલ હોય તેવું જણાશે તો તે ઉમેદવારને મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહીં. ઉમેદવારની નિમણૂક અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તાધિકારીશ્રીની મંજૂરી થી તેમ સુધારો કરવામાં આવશે.

 

Apply Online for Urban Health Society Ahmedabad Recruitment 2024 

Apply Online  Click Here
Join WhatsApp Group Click Here
Join Telegram Group Click Here
Follow us on Google News Click Here
Find More Jobs Click Here

 

Urban Health Society Ahmedabad Recruitment 2024
Urban Health Society Ahmedabad Recruitment 2024

Leave a Comment