Vadodara Municipal Corporation Recruitment, વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Vadodara Municipal Corporation Recruitment ની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગમાં વિવિધ જગ્યાઓ પર ૧૧ માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં વિવિધ જગ્યાઓ પર ભરતી થશે. આ ભરતી ૧૫ નાણા પંચ હેઠળ અર્બન આયુષ્ય આરોગ્ય મંદીર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) ખાતે ૧૧ માસનાં કરાર આધારીત ભરતી થશે. આ લેખમાં Vadodara Municipal Corporation Recruitment માટે Name Of Post, Number of Vacancies, Education Qualification For Various Posts વિશે સંપૂર્ણ માહિતી મળશે.

Name of Post in Vadodara Municipal Corporation

Vadodara Municipal Corporation Recruitment માં જણાવ્યા પ્રમાણે આ ભરતી ૧૧ માસનાં કરાર આધારીત ૧૫ મા નાણા પંચ હેઠળ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં નીચે મુજબની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

  1. મેડીકલ ઓફિસર (કરાર આધારીત)
  2. સ્ટાફ નર્સ ( કરાર આધારીત)
  3. એમ.પી.એચ.ડબલ્યુ. Male (કરાર આધારીત)
  4. સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing)

 

Number of Vacancy in Vadodara Municipal Corporation

Vadodara Municipal Corporation Recruitment માં જણાવ્યા પ્રમાણે નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેની નોંધ લેવી.

  1. મેડીકલ ઓફિસર (કરાર આધારીત) – ૪૭
  2. સ્ટાફ નર્સ ( કરાર આધારીત) – ૫૬
  3. એમ.પી.એચ.ડબલ્યુ. Male (કરાર આધારીત) – ૫૮
  4. સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) – ૫૯

 

Education Qualification for Vadodara Municipal Corporation Recruitment

  • મેડીકલ ઓફિસર (કરાર આધારીત): એમ.બી.એસ. , ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરુરી છે.

 

  • સ્ટાફ નર્સ ( કરાર આધારીત): ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC (Nursing) નો કોર્ષ અથવા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમાં અને મિડવાઇફરીનો કોર્ષ કરેલ હોવો જોઈએ. ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરુરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્ષ કરેલ હોવો જરુરી છે.

 

  • એમ.પી.એચ.ડબલ્યુ. Male (કરાર આધારીત): ધોરણ ૧૨ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ. નો ૧ વર્ષીય તાલીમ કોર્ષ અથવા ૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્ષ કરેલ હોવો જરુરી છે.

 

  • સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમા પ્રાધાન્ય આપવામાં આવશે.

 

Pay Scale for Various Post OF Vadodara Municipal Corporation Recruitment

 

Vadodara Municipal Corporation Recruitmentની જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે વિવિધ જગ્યા માટે નિચે મુજબ ફિક્સ પગાર (પ્રતિ માસ) આપવામાં આવશે.

જગ્યાનું નામ ફિક્સ પગાર ધોરણ (પ્રતિ માસ)
મેડીકલ ઓફિસર (કરાર આધારીત) રૂ. ૭૦,૦૦૦/-
સ્ટાફ નર્સ (કરાર આધારીત) રૂ. ૧૩,૦૦૦/-
એમ.પી.એચ.ડબલ્યુ. Male (કરાર આધારીત) રૂ. ૧૩,૦૦૦/-
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર

 

 

Important Instruction for Vadodara Municipal Corporation Recruitment

 

જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ

  1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
  2. રસ ધરાવતા ઉમેદવારોએ તા- ૨૯/૧૨/૨૦૨૩ (૧૨.૦૧કલાક) થી તા. ૧૨/૦૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
  3. શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.
  4. વયમર્યાદાઃ જગા નં ૧માટે -૬૨ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૨, ૩ અને ૪ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે.
  5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
  6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.
  7. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
  8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
  9. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
  10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
  11. આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
  12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

 

અરજી કરવા માટે: અહિં ક્લિક કરો 

 

આ પણ વાંચો: District Health Society Dev Bhumi Dwarka Recruitment 2023-24

 

 

Leave a Comment