GPSC STI Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની જગ્યા પર સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. ખાલી પડેલ કૂલ ૩૦૦ જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
GPSC STI Recruitment 2024 – કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવેલ GPSC STI Recruitment 2024 માટે નીચે મુજબ કેટેગરી પ્રમાણે ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જગ્યાનું નામ | કૂલ જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ | કૂલ જગ્યાઓ પૈકી અનામત | |||||||||
બિન અનામત (સામાન્ય) | આર્થિક રીતે નબળા વર્ગો | સા.શૈ.પ.વ. | અનુ. જાતિ | અનુ. જન જાતિ | બિન અનામત (સામાન્ય) | આર્થિક રીતે નબળા વર્ગો | સા.શૈ.પ.વ. | અનુ. જાતિ | અનુ. જન જાતિ | દિવ્યાંગ | માજી સૈનિક | ||
રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ | ૩૦૦ | ૧૩૩ | ૩૩ | ૬૮ | ૧૬ | ૫૦ | ૪૪ | ૧૧ | ૨૨ | ૦૬ | ૧૭ | ૧૨ | ૩૦ |
GPSC STI Recruitment 2024 – જરૂરી લાયકાત
શૈક્ષણિક લાયકાત:
(i) Possess a Bachelor‟s degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India; or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by the Government; A candidate who has appeared or intends to appear or awaiting the result of the final semester/year of the required qualification, can apply, but the candidate has to qualify and submit the required qualification as advertised before the last date of submitting the application for mains examination. A Candidate who fails to produce the proof of passing the Bachelor’s degree Examination shall not be eligible for admission to Mains Examination.
(ii) Possess the basic knowledge of Computer Application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967;
(iii) Possess adequate knowledge of Gujarati or Hindi or both.
વય મર્યાદા:
- અરજી કરવાની છેલ્લી તારીખ અર્થાત તારીખ ૩૧/૦૮/૨૦૨૪ ના રોજ ઉમેદવારે ૨૦ (વીસ) વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને ૩૫ (પાંત્રીસ) વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ.
- ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
GPSC STI Recruitment 2024 – પગાર ધોરણ
પસંદગી પામેલ ઉમેદવારોને પાંચ વર્ષ માટે ફિક્સ પે રૂ. ૪૯,૬૦૦ મળવાપાત્ર રહેશે. (રૂ. ૩૯,૯૦૦ – રૂ. ૧,૨૬,૬૦૦/- પે મેટ્રીક્સ લેવેલ – ૭)
GPSC STI Recruitment 2024 – અરજી ફી અને અરજી ફી ભરવાની પદ્વતિ
બિન અનામત પુરૂષ / મહિલા ઉમેદવારો અરજી ફી નીચેના બે વિકલ્પો પૈકી કોઈ પણ રીતે ભરી શકે છે:
- પોસ્ટ ઓફિસમાં: સામાન્ય કેટેગરીના ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભે “Print Challan” ઉપર Click કરીને પ્રિન્ટેડ ચલણની નકલ કાઢવાની રહેશે. આ પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટ ઑફિસમાં જવાનું રહેશે. પોસ્ટ ઑફિસમાં રૂ. ૧૦૦/- આયોગની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ તા. ૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં ભરવાના રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા Confirm થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાનાં રહેશે.
- ઓનલાઈન ફી: ઓનલાઈન ફી જમા કરાવવા માટે “Print Challan” પર Click કરવું અને વિગતો ભરવી અને ત્યાં “Online Payment of Fee” ઉપર Click કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં Net Banking, Card Payment અથવા Other Payment Mode ના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપની ફી જમા થઈ ગઈ છે તેવું Screen પર લખાયેલું આવશે અને e-receipt મળશે, જેની Print કાઢી લેવી. જો કોઈ કારણસર Transaction અધવચ્ચે Fail થાય ત્યારે “CHECK YOUR PAYMNET STATUS” પર Click કરીને Transactionની સ્થિતિ જાણીને આનુષાંગિકકાર્યવાહી કરવી.
GPSC STI Recruitment 2024 – મહત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ GPSC Ojas વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી તા. ૧૨/૦૮/૨૦૨૪ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા. ૦૮/૦૯/૨૦૨૪ (રાત્રિના ૧૧:૫૯ કલાક) સુધીમાં અરજી કરવાની રહેશે.
Online Apply for GPSC STI Recruitment 2024
Apply Online | Click Here |
Find More Jobs | Click Here |