જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર ભરતીની જાહેરાત ૨૦૨૩-૨૪

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

કરાર આધારીત ભરતી માટેની જાહેરાત જિલ્લા આરોગ્ય સોસાયટી, જિલ્લા પંચાયત, જામનગર

જિલ્લા આરોગ્ય સોસાયટી જામનગર ભરતીની જાહેરાત ૨૦૨૩-૨૪ અંતર્ગત NHM નું અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે. આ અંતર્ગત વિવિધકાર્યક્રમ હેઠળવિવિધ સંવર્ગ ની ૧૧ માસના કરાર આધારીત જગ્યાઓ ભરવા પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદી બનાવવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરુરી વિગતોઆરોગ્ય સાથી ની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રદર્શિત કરેલ છે. ઈચ્છુક ઉમેદવારે PRAVESH ઓપશન પર જઈ તેમનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર બાદ CURRENT OPENINGS પર જઈ પોતાની ઉમેદવારી તા. ૦૧/૦૧/૨૦૨૪ સુધીમાં નોંધાવાની રહેશે. કોઈપણ પોસ્ટ માટે અગાઉ અરજી કરેલ હોઈ, તેવા ઉમેદવારોએ પણ ફરીથી અરજી કરવાની રહેશે. જાહેરાતની તમામ વિગતો નીચે મુજબ આપવામાં આવી છે. 

ભરતી અંગેની જાહેરાત

જિલ્લા આરોગ્ય સોસાયટી, જામનગર અંતર્ગત NHM/NUHM/GUHM નું અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે. જેમાં મુખ્યત્વે માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ અને એડોલેસન્ટ હેલ્થ, NTEP અને NLEP વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા આરોગ્ય સોસાયટીને કરારના આધારિત ખાલી જગ્યાઓ ભરવાની તેમજ ભવિષ્યમાં ખાલી થનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી બનાવવાની થાય છે.

ખાલી પડેલ જગ્યાઓનું નામ 

  1. એકાઉન્ટન્ટ (એન.ટી.ઈ.પી.)
  2. મેડીકલ ઓફીસર (એન.ટી.ઈ.પી.)
  3. ટયુબરકોલોસીસ હેલ્થ વિઝીટર (ટી.બી.એચ.વી. – એન.ટી.ઈ.પી.)
  4. પેરા મેડીકલ વર્કર (એન.એલ.ઈ.પી)

ભરવાપાત્ર જગ્યાની સંખ્યાઓ

  1. એકાઉન્ટન્ટ (એન.ટી.ઈ.પી.) – ૦૧
  2. મેડીકલ ઓફીસર (એન.ટી.ઈ.પી.) – ૦૧
  3. ટયુબરકોલોસીસ હેલ્થ વિઝીટર (ટી.બી.એચ.વી. – એન.ટી.ઈ.પી.) – ૦૧
  4. પેરા મેડીકલ વર્કર (એન.એલ.ઈ.પી) – ૦૧

જગ્યાઓ અનુસાર મળવાપાત્ર પગાર ધોરણ

  1. એકાઉન્ટન્ટ (એન.ટી.ઈ.પી.) – ₹ 13,000/-
  2. મેડીકલ ઓફીસર (એન.ટી.ઈ.પી.) – ₹ 60,000/-
  3. ટયુબરકોલોસીસ હેલ્થ વિઝીટર (ટી.બી.એચ.વી. – એન.ટી.ઈ.પી.) – ₹ 13,000/-
  4. પેરા મેડીકલ વર્કર (એન.એલ.ઈ.પી) – ₹ 11,000/-

ખાલી પડેલ જગ્યાઓ અનુસાર લાયકાત

  • એકાઉન્ટન્ટ (એન.ટી.ઈ.પી.)

શૈક્ષણિક લાયકાત : વાણીજય (કોમર્સ) સ્નાતક કરેલ હોવો જોઈએ. અને M.S. Office, એકાઉન્ટ સોફ્ટવેરનું કૌશલ્ય તેમજ ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઈલીંગ સિસ્ટમમાં મુળભુત જ્ઞાન, ગુજરાતી તથા અંગ્રેજી બંનેમાં ટાઈપીંગની કુશળતા જરુરી.

અનુભવ : ઓછામાં ઓછો ૨ વર્ષ, ઈચ્છનીય. આરોગ્યની સોસાયટીઓના ઓડિટનો અનુભવ.

 

  • મેડીકલ ઓફીસર (એન.ટી.ઈ.પી.)

શૈક્ષણિક લાયકાત : એમ.બી.બી.એસ અથવા સમક્ક્ષ ડીગ્રી (મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા માન્યતા પ્રાપ્ત તથા ઈન્ટરસીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ.)

અનુભવ : એન.ટી.ઈ.પી. માં કામ કરવાનો ૧ વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટરનો સર્ટિફીકેટ કોર્ષ.

 

  • ટયુબરકોલોસીસ હેલ્થ વિઝીટર (ટી.બી.એચ.વી. – એન.ટી.ઈ.પી.)

શૈક્ષણિક લાયકાત :  વિજ્ઞાન શાખામાં સ્નાતક અથવા મધ્યવર્તી ( 10+2) એમ.પી.ડબલ્યુ. / એલ.એચ.વી. / એ.એન.એમ. આરોગ્ય કાર્યક્રર તરીકે કામોનો  અનુભવ / ટયુબરક્યુલોસીસ આરોગ્ય મુલાકાતિઓની માન્ય કોર્ષ તથા કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્ષ. 

અનુભવ : એન.ટી.ઈ.પી. માં કામ કરવાનો ૧ વર્ષનો અનુભવ તથા સેનીટરી ઈન્સપેક્ટર કોર્ષ.

 

  • પેરા મેડીકલ વર્કર (એન.એલ.ઈ.પી)

શૈક્ષણિક લાયકાત : ધોરણ ૧૦ / ૧૨ પાસ અને પેરા મેડીકલ વર્કરની ટ્રેનીંગ અથવા એમ. એસ. ડબલ્યુ. અથવા બી.એસ.સી. સાથે ત્રણ વર્ષનો આરોગ્ય વિભાગનો અનુભવ તેમજ કોમ્પ્યુટરનો સર્ટિફીકેટ કોર્ષ.

 

નોંધ : કામગીરી અનુરુપ જરુરી જણાયે ઉમેદવારોએ લેખિત પરિક્ષા / પ્રેકટીકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાથી મેરીટ મુજબના ઉમેદવારોને રુબરુ મુલાકાત માટે બોલાવવામાં આવશે. જેમાથી જરુરીયાત મુજબના ઉમેદવારોને પસંદ કરી બાકીના ઉમેદવારોની પ્રતિક્ષા યાદી બનાવવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારને ૧૧ માસના કરારના ધોરણે નિયુક્તી આપવામાં આવશે. જે ઉમેદવારના કોન્ટ્રાકટ પીરીયડ દરમ્યાન ઉમેદવારની કામગીરીના આધારે પ્રોગ્રામની મુદત સુધી લંબાવી શકાશે.

ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સચનાઓ :

  • ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  • સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩ % બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  • જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  • ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ-મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ–મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે. ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
  • જાહેરાતમાં તેઓની શૈક્ષણિક લાયકાત ઉપરાંત આરોગ્ય વિભાગમાં કરેલ કામગીરીના અનુભવને ધ્યાને લઈ મેરીટ બનાવવામાં આવશે.
  • નિમણુંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોકત ભરતી પ્રક્રીયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારી, જામનગરનો રહેશે.

 

અરજી કરવા માટે : અહિં ક્લિક કરો

 

 

Leave a Comment