Jamnagar Municipal Corporation Recruitment 2023 – 24 : જામનગર મહાનગરપાલિકા ખાતેની યુ.સી.ડી. શાખાની કામગી૨ીની જરૂરીયાતને ધ્યાને લઇ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામની જરૂરીયાતને ધ્યાને લઇ નીચે મુજબની જગ્યાઓ ૬(છ) માસનાં કોન્ટ્રાકટ બેઇઝ આધારીત તદ્દન હંગામી ધો૨ણે કોઇ પણ જાતનાં હક્ક-હિસ્સા વગ૨ ભ૨વા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવા૨ોને વોક-ઈન-ઈન્ટ૨વ્યુ માટે બોલાવવામાં આવે છે. ઉકત બંને જગ્યાઓ માટે જાહેરાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જામનગ૨ મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com ૫૨થી અરજી ફોર્મ ડાઉનલોડ શકશે. તેમજ આ જાહેરાત માટેનાં અરજી ફોર્મ તા.૨૩/૧૨/૨૦૨૩ નાં રોજ બપોરે ૧૨ : ૦૦ કલાકથી તા. ૦૧/૦ ૧/૨૦૨૪ સુધી માત્ર જામનગ૨ મહાનગ૨પાલિકાની અધિકૃત વેબસાઇટ ઉ૫૨થી જ ડાઉનલોડ ક૨ી શકાશે.
Name Of the Post
- પ્રોજેક્ટ ઓફિસર (યુ.સી.ડી.)
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર
Number of The Vacancies
- પ્રોજેક્ટ ઓફિસર (યુ.સી.ડી.) – 01
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર – 02
Pay Scale for The Post
- પ્રોજેક્ટ ઓફિસર (યુ.સી.ડી.) – ₹ 30,000/-
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર – ₹ 15,000/-
Education Qualification & Experience For The Post
- પ્રોજેક્ટ ઓફિસર (યુ.સી.ડી.) :
- માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સોશ્યલ વર્ક (એમ.એસ.ડબલ્યુ.) તથા
- સરકારી / અર્ધ – સરકારી / સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો આવી જગ્યાનો ૩ વર્ષનો અનુભવ જરુરી છે.
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર :
- ધોરણ – ૧૦ પાસ અંગ્રેજી વિષય સાથે તથા
- લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરનો ૧ વર્ષનો સરકાર માન્ય સંસ્થામાંથી કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા (ICAR) ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ હેઠળ માન્યતા પ્રાપ્ત યુનિ. / સંસ્થામાંથી ૩ વર્ષનો ડિપ્લોમા ઈન વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસ્બન્ડરીનો કોર્ષ પાસ અથવા ડિપ્લોમા ઈન એનીમલ હસ્બન્ડરી કોર્ષ પાસ.
Walk in Interview
- તારીખ : ૦૨/૦૧/૨૦૨૪
- ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન : સવારે ૯ : ૩૦ કલાક થી ૧૧ : ૦૦ સુધી
- સ્થળ : કોન્ફરન્સ હોલ , ૨ જો માળ , ફાયર એન્ડ ઈમરજન્સી શાખા , જ્યુબીલી ગાર્ડન , લાલ બંગ્લો સર્કલ , જામનગર
Age Limit for the Post
(૧) ઉપ૨ોકત બંને જાહેરાતની જગ્યાઓ પ્રોજેક્ટ ઓફિસર માટેની વયમર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૩૫ વર્ષની ૨હેશે તથા લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર માટેની વયમર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૩૩ વર્ષની ૨હેશે.
(૨) તમામ ઉમેદવારોનાં કિસ્સામાં વયમર્યાદા માટે અંતિમ તા૨ીખ તા.૦૬/૦૬/૨૦૨૪ ને ધ્યાને લેવામાં આવશે. તેમજ આ તારીખને જ કટ ઓફ ડેટ ગણવાની રહેશે.
(૩) ઉપરોકત બંને જાહેરાતની જગ્યાઓ પૈકી પ્રોજેક્ટ ઓફિસરનાં કિસ્સામાં કોઇ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહી તેમજ લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરનાં કિસ્સામાં કોઇ પણ સંજોગોમાં ઉમેદવા૨ની ઉંમ૨ ૩૩ વર્ષથી વધુ હોવી જોઇએ નહી.
(૪) જામનગર મહાનગરપાલિકાનાં જાહેરાતની તા૨ીખે કોન્ટ્રાકટ બેઇઝથી ફ૨જ બજાવતા કર્મચારીઓ જો આ જગ્યામાં ફોર્મ ભ૨શે તો માત્ર તેમનાં કિસ્સામાં જ ઉમ૨નો બાધ ગણવામાં આવશે નહી.
Selection Process For The Post
- પ્રોજેક્ટ ઓફિસર (યુ.સી.ડી.) :
(૧) પ્રોજેકટ ઓફિસર(યુ.સી.ડી.)ની જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારીત રહેશે. જેનાં માર્કસની ગણતરી નીચે મુજબની વિગતે ક૨વામાં આવશે.
ક્રમ | શૈક્ષણિક લાયકાત અને ઈન્ટરવ્યુ | માર્કસ |
૧. | માસ્ટર ઓફ સોશ્યલ વર્ક (બી.એસ.ડબલ્યુ.) | ૬૦% |
૨. | અનુભવનાં માર્કસ ( ૧ વર્ષનાં ર માર્કસ લેખે વધુમાં વધુ ૫ વર્ષનાં ૧૦ માર્કસ લેખે) | ૧૦% |
૩. | વોક – ઈન – ઈન્ટરવ્યુનાં માર્કસ | ૩૦% |
કુલ | ૧૦૦% |
(૨) ઉમેદવારોનાં સ૨ખા માર્કસનાં કિસ્સામાં જન્મ તારીખને આધા૨ે અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવશે.
(૩) ભરતી માટેની ઉમેદવા૨ોની પસંદગી પ્રક્રિયા જામનગર મહાનગ૨પાલિકાની સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા હાથ ધરવામાં આવશે.
(૪) વોક–ઈન–ઈન્ટરવ્યુ અને ડોકયુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ, તમામ ડોક્યુમેન્ટ, પ્રમાણપત્રની ખરાઇ, તપાસ કર્યા બાદ જ મેરીટમાં અગ્રતા ક્રમ ધરાવનાર ઉમેદવારોની નિમણૂક યાદી અને પ્રતિક્ષાયાદી તૈયા૨ ક૨વામાં આવશે.
(૫) આ જગ્યાની જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતમાં ૩ વર્ષનો અનુભવ ફ૨જીયાત હોય, જે ઉમેદવારો ૩ વર્ષ ક૨તાં વધુ અનુભવ ધરાવતા હશે માત્ર તેઓનાં કિસ્સામાં જ અનુભવનાં માર્કસ ધ્યાને લેવામાં આવશે.
(૬) ફાઇનલ મેરીટ લીસ્ટમાં અગ્રતા ક્રમ ધરાવનાર ઉમેદવારોની નિમણૂક યાદી અને પ્રતિક્ષાયાદી તૈયા૨ ક૨વામાં આવશે.
- લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર :
(૧) લાઇવ સ્ટોક ઈન્સ્પેકટ૨ની જગ્યા માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારીત રહેશે. જેનાં માર્કસની ગણતરી નીચે મુજબની વિગતે ક૨વામાં આવશે.
ક્રમ | શૈક્ષણિક લાયકાત અને ઈન્ટરવ્યુ | માર્કસ |
૧. | ધોરણ – ૧૦ (એસ.એસ.સી.) | ૪૦% |
૨. | લાઈવ સ્ટોક ઈન્સ્પેકટરનો ૧ વર્ષનો કોર્ષ પાસ અથવા ૩ વર્ષનો ડિપ્લોમા ઈન વેટરનરી સાયન્સ એન્ડ એનીમલ હસ્બન્ડરીનો કોર્ષ પાસ અથવા ડિપ્લોમા ઈન એનીમલ હસ્બન્ડરી કોર્ષ પાસ | ૫૦% |
૩. | વોક – ઈન – ઈન્ટરવ્યુનાં માર્કસ | ૧૦% |
કુલ | ૧૦૦% |
(૨) ઉમેદવારોનાં સ૨ખા માર્કસનાં કિસ્સામાં જન્મ તારીખને આધા૨ે અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવશે.
(૩) ભરતી માટેની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જામનગર મહાનગરપાલિકાની સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા હાથ ધરવામાં આવશે.
(૪) વોક–ઈન–ઈન્ટરવ્યુ અને ડોકયુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ, તમામ ડોકયુમેન્ટ, પ્રમાણપત્રની ખરાઇ, તપાસ કર્યા બાદ જ મેરીટમાં અગ્રતા ક્રમ ધરાવનાર ઉમેદવારોની નિમણૂક યાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.
(૫) ફાઇનલ મેરીટ લીસ્ટમાં અગ્રતા ક્રમ ધરાવનાર ઉમેદવારોની નિમણૂક યાદી અને પ્રતિક્ષાયાદી તૈયા૨ ક૨વામાં આવશે.
–: ઉમેદવા૨ો માટે અગત્યની સૂચનાઓ :–
(૧) ઉપરોકત લાયકાત ધરાવનાર ઉમેદવારોએ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.mcjamnagar.com ઉપર તા.૨૩ | ૬/૨૦૨૩ નાં રોજ બપોરે ૧૨ : ૦૦ કલાકથી તા. ૦૧/૦૧/૦૨૦૨૪ નાં રોજ રાત્રે ૨૩ : ૫૯ કલાક સુધીમાં નિયત અરજી ફોર્મ ડાઉનલોડ ક૨ી લેવાનું રહેશે.
(૨) લાયકાત ધરાવતા ઉમેદવારે જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી નિયત સમય મર્યાદામાં અરજી ફોર્મની પ્રિન્ટ કાઢીને ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો ભરીને વોક-ઈન-ઈન્ટરવ્યુમાં સાથે લાવવાનું રહેશે. આ જવાબદારી સંપૂર્ણ રીતે ઉમેદવારોની રહેશે.
(૩) જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપ૨થી ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ જ માન્ય રાખવામાં આવશે. અરજી ફોર્મ વગરનાં ઉમેદવા૨ોને જગ્યા માટે લાયક ગણવામાં આવશે નહી.
(૪) ઉપરોકત બંને જગ્યા માટે કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ (સી.સી.સી.) માટે સરકાર માન્ય સંસ્થાનું સી.સી.સી. પાસ કર્યાનું પ્રમાણપત્ર ૨જુ ક૨વાનું રહેશે. તેમજ જે ઉમેદવારે ધો.-૧૦, ધો.-૧૨ અથવા સ્નાતકનાં અભ્યાસમાં જો કોમ્પ્યુટર વિષય તરીકે હોય તેવા ઉમેદવારોએ સી.સી.સી. પ્રમાણપત્ર ૨જુ ક૨વાનું રહેશે નહી.
(૫) ઉકત દર્શાવેલ તારીખ અને સમય પછી કોઇ પણ પ્રકારે કરવામાં આવેલ અરજી ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહી કે સ્વીકા૨વામાં આવશે નહિ.
(૬) ટપાલ કે કુરીયર દ્વારા કોઈ અરજી પત્રક મોકલવા નહિ. માત્ર જામનગર મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ નિયત અરજી ફોર્મને જ ધ્યાને લેવામાં આવશે.
(૭) વોક–ઈન–ઈન્ટરવ્યુમાં ઉમેદવારે જામનગર મહાનગરપાલિકા તરફથી ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે * પ્રમાણપત્રો માંગવામાં આવેલ તે ડયુમેન્ટ, માપો, આધાર-પુરાવાઓ અસલમાં અને નકલ બંનેમાં ૨જુ ક૨વાનાં રહેશે.
(૮) ઉમેદવારે ૨જુ ક૨ેલ પ્રમાણપત્ર ખોટા નિવડે તો નિમણૂક ૨૬ થવા પામશે તેમજ ઉમેદવાર વિરૂધ્ધ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
(૯) ઉમેદવારની નિમણૂક શૈક્ષણિક લાયકાત સબંધી આપેલ વિગતો આધારે આપવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, જન્મ / શાળા છોડયાનું પ્રમાણપત્ર વગેરેમાં જણાવેલ માહિતી ક્ષતિયુક્ત કે ખોટી જણાયેથી નિમણુંક ૨૬ ક૨વામાં આવશે અથવા સેવા સમાપ્ત ક૨વામાં આવશે.
(૧૦) ઉમેદવા૨ને માત્ર વોક-ઈન-ઈન્ટરવ્યુમાં આવ્યેથી જ તેઓ જગ્યા માટે તમામ લાયકાત સંતોષે છે તેવું માની શકાશે નહી કે ભવિષ્યમાં તેઓ જગ્યાની નિમણૂક માટે દાવેદારી નોંધાવી શકશે નહી.
(૧૧) જામનગર મહાનગરપાલિકા દ્વારા નિયત કરાયેલ સ્થળ, સમય અને તારીખે જ ઉમેદવારે કોક-ઈન-ઈન્ટરવ્યુ માટે પોતાનાં સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
(૧૨) પસંદગી પામેલ ઉમેદવારને નિયત માસિક ફિકસ પગાર ઉપરાંત કોઈપણ જાતના ભથ્થા મળવાપાત્ર થશે નહી.
(૧૩) જન્મ તારીખનાં આધાર-પુ૨ાવા માટે ધો.-૧૦(એસ.એસ.સી.)નું પ્રમાણપત્ર (ધોરણ-૧૦ ની માર્કશીટ અથવા ક્રેડીટ સર્ટીફિકેટ બેમાંથી એક કે જેમાં જન્મ તારીખ દર્શાવેલ હોય અથવા જન્મ તારીખનો દાખલો કે શાળા છોડયાનું પ્રમાણપત્ર ઉંમ૨નાં આધાર-પુરાવા માટે માન્ય ગણવામાં આવશે.
(૧૪) ઉમેદવારે અરજી ફોર્મમાં ભરેલ વિગતો અને રજુ કરેલ પ્રમાણપત્ર ખોટા નિવડે તો નિમણૂક ૨૬ થવા પામશે તેમજ ઉમેદવાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવશે.
(૧૫) ઉમેદવાર અરજી ફોર્મમાં જે મોબાઇલ નંબર દર્શાવે છે તે નંબર ચાલુ જ રાખવો. ભવિષ્યમાં આ ભરતીને લગત સૂચનાઓ ઉમેદવારને આ દર્શાવેલ નંબર ઉપર જ મોકલવામાં આવશે. જેથી દર્શાવેલ મોબાઇલ નંબર બદલવો નહી. સાચો મોબાઇલ નંબર દર્શાવેલ ન હોય અથવા અન્ય કોઇ કારણસર ઉમેદવારને સંદેશ ન પહોંચે તે અંગે ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતિ માટે જામનગર મહાનગરપાલિકા જવાબદાર ગણાશે નહી.
(૧૬) આ જાહેરાત કોઇ પણ પ્રકા૨ે કે કોઇ પણ કારણોસર રદ્દ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય તો તે ક૨વાનો જામનગર મહાનગરપાલિકાને સંપૂર્ણ હક્ક અને અધિકાર રહેશે અને આ માટે કા૨ણો આપવા માટે જામનગર મહાનગરપાલિકા બંધાયેલ રહેશે નહી.
(૧૭) ભરતી પ્રક્રિયા અન્વયેની તમામ જાણકારી માટે જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ સમયસ૨ ચેક કરતાં રહેવાની ઉમેદવા૨ોને ભલામણ છે.
(૧૮) ઉમેદવારોને નિમણૂક આપવી કે ન આપવી તે બાબતેનાં તમામ અધિકાર સક્ષમ સત્તાધિકારીશ્રીને અબાધિત રહેશે.
(૧૯) જો ખોટા બનાવટી પ્રેક્યુમેન્ટ, માર-પુરાવાઓ રજૂ કરીને નિમણૂક મેળવેલ હશે તેની જાસ થયેથી તાકીદની અસ૨થી કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર કે નોટીસ પાઠવ્યા વગ૨ નિમણૂક ૨૬ કરવામાં આવશે.
(૨૦) જાહેરાત સબંધી પૂછપરછ માટે સામાન્ય વહિવટ વિભાગ, ૨ જો માળ, મુખ્ય વહિવટી ભવન, જયુબીલી ગાર્ડન, લાલ બંગ્લા સર્કલ, જામનગર મહાનગરપાલિકા ખાતે રૂબરૂ અથવા ટેલીફોન નંબર – ૦૨૮૮ ૨૫૫૦૨૩૧ (એકસ્ટે. નં. ૨૦૫ અને ૨૦૭) ઉ૫૨ સવારે ૧૧ : ૦૦ કલાકથી ૦૧ : ૦૦ કલાક સુધી અને બપોરે ૦૩ : ૦૦ કલાકથી સાંજે ૦૫ : ૦૦ કલાક સુધી પૂછપરછ કરી શકાશે.
ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે : ક્લિક કરો