Rajkot Municipal Corporation Recruitment 2023-24, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Rajkot Municipal Corporation Recruitment 2023-24 : તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સરકારી ભરતીની રાહ જોય રેલા ઉમેદવારો માટે સૌથી સારા સમાચાર છે. રાજકોટ મહાનગરપાલિકા નવી ભરતીની જાહેરાત લઈને આવી છે.

સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે જે લાંબા સમયથી મહાનગરપાલીકાની ભરતીની જાહેરાતની રાહ જોય રહ્યા હતા. ઉમેદવારો માટે આ સૌથી મહત્ત્વના સમાચાર છે. આજે આ લેખમાં તમને ભરતીની સંપુર્ણ માહિતી મળશે.

Rajkot Municipal Corporation માં ખાલી પડેલ જગ્યાઓનું નામ

રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જાણ સારુ જણાવ્યે તો નીચે આપેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

  1. સીસ્ટમ એનાલીસ્ટ
  2. ગાર્ડન સુપરવાઈઝર
  3. વેટરનરી ઓફિસર
  4. ગાર્ડન આસીસ્ટન્ટ
  5. ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)
  6. આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન
  7. જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્ર્ક્ટર (ફીમેલ)
  8. ફાયર ઓપરેટર (પુરુષ)
  9. જુનિયર ક્લાર્ક

ઉપર જણાવેલ જગ્યાઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Number of Vacancies for Rajkot Municipal Corporation Recruitment 

હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરવાપાત્રથી જગ્યાઓની સંખ્યા જાહેરાતમાં દર્શાવવામાં આવી છે પરંતુ ભવિષ્યમાં જો આ ભરવાપાત્ર સંખ્યામાં વધારો કે ઘટાડો કરવાનો સંપૂર્ણ હક્ક રાજકોટ મહાનગરપાલિકાનો છે. જો ભરવાપાત્ર જગ્યાઓની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓફિસીયલ વેબસાટ પર જાણ કરવામાં આવીશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચે મુજબ ભરવાપાત્ર જગ્યાઓની સંખ્યાઓ છે. જેની નોંધ લેવી.

જગ્યાનું નામ  ભરવાપાત્ર કુલ જગ્યાઓ
સીસ્ટમ એનાલીસ્ટ ૦૨
ગાર્ડન સુપરવાઈઝર ૦૨
વેટરનરી ઓફિસર ૦૧
ગાર્ડન આસીસ્ટન્ટ ૧૨
ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) ૦૨
આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન ૦૪
જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્ર્ક્ટર (ફીમેલ) ૦૪
ફાયર ઓપરેટર (પુરુષ) ૬૪
જુનિયર ક્લાર્ક ૧૨૮
કુલ ભરવાપાત્ર જગ્યાઓ ૨૧૯

 

Education Qualification and Experience for Rajkot Municipal Corporation Recruitment 

૧. સીસ્ટમ એનાલીસ્ટની લાયકાત : માન્ય યુનિવર્સિટીના બી.ઈ.(કોમ્પ્યુટર/આઈ.ટી.) અથવા બી.ટેક. (કોમ્પ્યુટર / આઈ.ટી.) અથવા એમ.સી.એ.

સીસ્ટમ એનાલીસ્ટ માટે અનુભવ : પ્રોસેસ એનાલીસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો ૦૫ (પાંચ) વર્ષનો અનુભવ પૈકી ઓછામાં ઓછો ૦૩ (ત્રણ) વર્ષનો SLDC અનુભવ અને ઓછામાં ઓછો ૦૨ (બે) વર્ષનો સીસ્ટમ એનાલીસીસનો અનુભવ.

૨. ગાર્ડન સુપરવાઈઝરની લાયકાત : UGC / AICTE માન્ય યુનિ. એગ્રીકલ્ચર અથવા બોટની અથવા ઝુઓલોજી અથવા હોર્ટીકલ્ચરમાં સ્નાતક.

ગાર્ડન સુપરવાઈઝર માટે અનુભવ : ગાર્ડન સુપરવાઈઝર જગ્યા માટે અનુભવની કોઈ જરુર નહિ.

૩. વેટરનરી ઓફિસરની લાયકાત : (૧.) UGC / AICTE માન્ય યુનિવર્સિટીની બી.વી.એસ.સી. એન્ડ એ. એચ (બેચલર ઓફ વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી) ની ડીગ્રી. (૨.) રાજ્ય પશુ ચિકિત્સા પરીષદ (ગુજરાત વેટરનરી કાઉન્સીલ) અથવા ભારતીય પશુ ચિકિત્સા પરીષદ (ઈન્ડીયન વેટરનરી કાઉન્સિલ) સાથે નોંધાયેલા હોવા જોઈએ.

વેટરનરી ઓફિસર માટે અનુભવ : સેન્ટ્રલ ઝુ ઓથોરિટી, ન્યુ દિલ્હી માન્ય ઝુ / વન વિભાગ હસ્તકના રેસ્ક્યુ સેન્ટર / બ્રીડીંગ સેન્ટરમાં વેટરનરી ઓફિસરનો બે વર્ષનો અનુભવ જરુરી છે.

૪. ગાર્ડન આસીસ્ટન્ટની લાયકાત : UGC / AICTE માન્ય યુનિવર્સિટીની ડિપ્લોમાં / ડીગ્રી ઈન એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડીગ્રી ઈન હોર્ટીકલ્ચર અથવા ડીપ્લોમાં / ડીગ્રી ઈન બોટની અથવા ડીપ્લોમાં / ડીગ્રી ઈન ઝુઓલોજી.

ગાર્ડન આસીસ્ટન્ટ માટે અનુભવ : ગાર્ડન આસીસ્ટન્ટ જગ્યા માટે કોઈ પણ અનુભવની જરુર નહિં.

૫. ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)ની લાયકાત : UGC / AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ (B.L.I.sc.) પદવી મેળવેલ હોવા જોઈએ.

ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) માટે અનુભવ : ગ્રંથાલયની કામગીરી અને ટેકનીકલ કામગીરીનો ઓછામાં ઓછો ૦૩ (ત્રણ) વર્ષનો અનુભવ હોવો જોઈએ.

૬. આસીસ્ટન્ટ લાઈબ્રેરીયનની લાયકાત : UGC / AICTE માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની પદવી મેળવેલ અને બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ (B.L.I.sc.) પદવી મેળવેલ હોવા જોઈએ.

આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન માટે અનુભવ : આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન જગ્યા માટે કોઈ પણ અનુભવની જરુર નહિં.

૭. જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્ર્ક્ટર (ફીમેલ)ની લાયકાત : એસ.એસ.સી. પાસ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આયોજીત જીલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમીંગ સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઈએ.

પ્રથમ અગ્રતા : (૧.) એન.એસ.આઈ.એસ. (N.S.I.S.) (પટીયાલા) ડીપ્લોમાં એક વર્ષનો કોર્ષ. (૨.) સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીમાં કોર્ષ કરેલ હોવો જોઈએ. (૩.) સિક્સ વિક સર્ટીફિકેટ કોર્ષ (સ્પોર્ટસ યુનિવર્સિટી ઓફ ઈન્ડીયા પટીયાલા દ્વારા)

દ્વિતીય અગ્રતા : (૧.) ઓપન નેશનલમાં જે લોકોએ મેડલ મેળવેલ હોઈ તેમને લઈ શકાય.

તૃતીય અગ્રતા : (૧.) ઉપર લેવલના ન હોઈ તો નેશનલ પાર્ટીસિપેટ (ઓપન નેશનલ લેવલ ઈન્ડીયા). (૨.) ત્યારબાદ યુનિવર્સિટી કે સ્કુલ લેવલે નેશનલ રમેલ હોઈ તેવા ખેલાડી.


૮. ફાયર ઓપરેટર (પુરુષ)ની લાયકાત : સીધી ભરતીની લાયકાત ધોરણ – ૧૦ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્ષ પાસ અને હેવી મોટર વ્હિકલ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. 

શારીરિક લાયકાત : શારીરિક કસોટીમાં ઊતર્ણી થવું જરુરી.


૯. જુનિયર ક્લાર્કની લાયકાત : (૧.) માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક. (૨.) લેખિત પરિક્ષાના મેરિટમાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારે, નિમણુંક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પરીક્ષા (કોમ્પ્યુટર વિષયક લાયકાત ) ઉતીર્ણ કરવાની રહેશે.

Pay Scale and Age Limit for Rajkot Municipal Corporation Recruitment 

  • સીસ્ટમ એનાલીસ્ટ

પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ. ૪૪૯૦૦ – ૧૪૨૪૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૮)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

  • ગાર્ડન સુપરવાઈઝર


પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૧,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૩૯૯૦૦ -૧૨૬૬૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૭)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

  • વેટરનરી ઓફિસર


પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૫૩,૭૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૪૪૯૦૦-૧૪૨૪૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૮)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૬૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

  • ગાર્ડન આસીસ્ટન્ટ


પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૨૬,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૪)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૨૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

  • ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી)

પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૪૯,૬૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૩૫૪૦૦-૧૧૨૪૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૬)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે-૪૨૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

  • આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન

પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૨૬,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૨૫૫૦૦-૮૧૧૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૪)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૨૪૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ

  • જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્ર્ક્ટર (ફીમેલ)


પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૨૬,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૧૯૯૦૦-૬૩૨૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૨)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૧૯૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ

  • ફાયર ઓપરેટર (પુરુષ) 

પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૨૬,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૧૯૯૦૦-૬૩૨૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૨)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૧૯૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ

  • જુનિયર ક્લાર્ક 

પગાર ધોરણ : પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૨૬,૦૦૦/- અને પાંચ વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ રૂ.૧૯૯૦૦-૬૩૨૦૦/-(પે મેટ્રિક્સ લેવલ-૨)(છઠ્ઠા પગારપંચ મુજબ રૂ.૫૨૦૦-૨૦૨૦૦, ગ્રેડ પે-૧૯૦૦) આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

વયમર્યાદા : ૧૮ થી ૩૫ વર્ષ


Apply Online for Rajkot Municipal Corporation Recruitment  : Click Here

 

 

Leave a Comment