VMC Apprentice Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ દ્વારા વિવિધ જગ્યાઓ પર એપ્રેન્ટીસ તરીકે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવેલ છે.
VMC Apprentice Recruitment 2024 – Posts Details
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટ્રેડમાં ખાલી પડેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ દ્વારા ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. ખાલી પડેલ જગ્યાઓની માહિતી નીચે મુજબ આપેલ છે.
- ઓફિસ ઓપરેશન્સ એકઝીક્યુટીવ
- કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ
- વાયરમેન
- ફીટર
- ઇલેકટ્રીશ્યન
- રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
- ડ્રાફટસમેન સિવિલ
- સર્વેયર
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
- મીકેનીક મોટર વ્હીકલ
- મીકેનીક ડીઝલ
- ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન)
Educational Qualification for VMC Apprentice Recruitment 2024
ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકશે.
ટ્રેડનું નામ | લાયકાત |
ઓફિસ ઓપરેશન્સ એકઝીક્યુટીવ | સ્નાતક (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ) (વર્ષ-૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. |
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
વાયરમેન | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ફીટર | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ઇલેકટ્રીશ્યન | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ડ્રાફટસમેન સિવિલ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
સર્વેયર | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
મીકેનીક મોટર વ્હીકલ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
મીકેનીક ડીઝલ | આઈ.ટી.આઈ.ટ્રેડ પાસ |
ઓફિસ આસીસ્ટન્ટ (પ્યુન) | ધોરણ-૧૦ પાસ (વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ) |
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૦૬/૨૦૨૪ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે.
Important Instruction for VMC Apprentice Recruitment 2024
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની સુચનાઓ ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.
- સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
- અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
- વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- અરજી કરનાર ઉમેદવારે apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૧-૦૬-૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.
- એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
- આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
Important Information for VMC Apprentice Recruitment 2024
Application Form | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Group | Click Here |
Follow us on Google News | Click Here |
Find More Jobs | Click Here |