VMC Recruitment 2023-24

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 

VMC Recruitment 2023-24 | C.N.C.D. અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 06 માસ કરાર આધારીત ભરતી

વડોદરા મહાનગરપાલિકામાં દબાણ અને સિકયોરીટી વિભાગ માટે CATTLE NUISANCE CONTROL DEPARTMENT (C.N.C.D.) અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,ગાંધીનગર દ્વારા “મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પશુઓના ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા-૨૦૨૩” મુજબ કામગીરી કરવા નીચે જણાવેલ જગ્યાઓ વ.મ.પાલિકા સમગ્ર સભાની મંજુરીને આધિન કરાર આધારિત માસિક ઉચ્ચક પગારથી ૦૬ માસ માટે તદન હંગામી ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે. જેમા ઉમેદવારે પોતાના શૈક્ષણિક લાયકાત/અનુભવ/જન્મતારીખના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે નિયત નમુનામાં સ્વઅક્ષરે ભરી વોક ઇન ઇન્ટરવ્યુની તારીખે નીચે જણાવેલ સ્થળ અને સરનામે હાજર રહેવાનું રહેશે.

 

જગ્યા અંગે સંપુર્ણ માહિતી 

 

જગ્યાનું નામ : 

  1. પશુ ચિકિત્સક અધિકારી
  2. ઈન્સ્પેક્ટર (એનીમલ હસબન્ડરી)
  3. કેટલ પાર્ટી ઈન્સ્પેક્ટર 
  4. ઢોર પકડનાર સુપરવાઝર

 

ખાલી પડેલ જગ્યાઓની સંખ્યા :

  1. પશુ ચિકિત્સક અધિકારી – 05
  2. ઈન્સ્પેક્ટર (એનીમલ હસબન્ડરી) – 21
  3. કેટલ પાર્ટી ઈન્સ્પેક્ટર – 04
  4. ઢોર પકડનાર સુપરવાઝર – 22

 

શૈક્ષણિક લાયકાત અને અનુભવ : 

  • પશુ ચિકિત્સક અધિકારી : 

શૈક્ષણિક લાયકાત : B.V.Sc and Animal husbandry / Remount Veterinary Corps (Indian Army) ને પ્રાધાન્ય આપવામાં આવશે.

અનુભવ : જગ્યાને અનુરુપ ૦૩ વર્ષની કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

  • ઈન્સ્પેક્ટર (એનીમલ હસબન્ડરી) :

શૈક્ષણિક લાયકાત : Diploma Animal husbandry / Livestock Inspector Course

અનુભવ : જગ્યાને અનુરુપ ૦૨ વર્ષનો કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

 

  • કેટલ પાર્ટી ઈન્સ્પેક્ટર :

લાયકાત : Ex – Army Man

 

  • ઢોર પકડનાર સુપરવાઝર :

લાયકાત : Ex – Army Man

 

પગાર ધોરણ અને ઈન્ટરવ્યુ તારીખ

જગ્યાનું નામ  ઉચ્ચક માસિક વેતન ઈન્ટરવ્યુની તારીખ
પશુ ચિકિત્સક અધિકારી ₹ 50,000/- 19/12/2023
ઈન્સ્પેક્ટર (એનીમલ હસબન્ડરી) ₹ 19,950/-
કેટલ પાર્ટી ઈન્સ્પેક્ટર  ₹ 19,950/- 20/12/2023
ઢોર પકડનાર સુપરવાઝર ₹ 16,500/-

 

ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે ઉંમરનું ધોરણ :- ઉમેદવારની ઉંમર ૪૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહિ. ઉકત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ અરજીના નમુના મુજબ સંપુર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી ઉક્ત જણાવેલ તારીખે નીચે જણાવેલ સ્થળ અને સમયે સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે.

સ્થળ:- સ.વ. પટેલ પ્લેનેટોરીયમ, સયાજીબાગ, કાલાઘોડા પાસે, વડોદરા.

સમય:- સવારે ૧૧:૦૦ થી બપોરના ૦૧:૦૦ કલાક સુધીમાં હાજર રહેવાનુ રહેશે.

નોંધ:-

1. બપોરે ૦૧:૦૦ કલાક બાદ ઉમેદવારને સદર ઇન્ટરવ્યુ માટે પ્રવેશ આપવામાં આવશે નહિ.

2. અરજીનો નમુનો વડોદરા મહાનગરપાલિકાની ઉકત વેબસાઇટ ઉપરથી મળી રહેશે તેમજ ઇન્ટરવ્યુના દિવસે ઇન્ટરવ્યુના સ્થળે પણ મળી શકશે.

 

અરજી કરવા માટે : અહિં ક્લિક કરો

 

Leave a Comment